જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે એક જ સૂર્ય સંક્રાંતિમાં બે અમાવસ વ્યતિત થઈ જાય છે તો પ્રથમ અમાવસ્યાથી બીજી અમાવ્સયા સુધીનો સમય પુરૂષોત્તમ માસ કહેવાય છે. વર્તમાન દિવસોમાં જયેષ્ઠનો અધિક માસ ચાલી રહ્યો છે. જે 13 જૂન બુધવાર સુધી રહેશે. આ મહિને કોઈપણ માંગલિક કાર્ય કરાતુ નથી અને ન તો કોઈ નવા કામની શરૂઆત થાય છે.
જ્યોતિષ મુજબ અધિક માસમાં જો તમારી રાશિના સ્વામીની આરાધના, તમારા ઈષ્ટદેવ સાથે કરવામાં આવે તો ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ખરાબ દિવસ પણ દૂર થઈ શકે છે. તમે પણ જાણો પુરૂષોત્તમ માસમાં રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરશો...