Surya Pujan Vidhi સુર્યનું પુજન કેવી રીતે કરવુ જાણો આ છે સાચી રીત
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (11:38 IST)
સૂર્યદેવ સમગ્ર ગ્રહોન રાજા છે. નવ ગ્રહોમાં તેમનું સર્વોચ્ચ સ્થાન છે. સૂર્ય તેજોમય ગ્રહ તરીકે ઓળખાય છે.
રત્નઃ સૂર્યનું રત્ન માણેક છે.
વ્રત અને દાનઃ રવિવારે વ્રત, સૂર્યોપાસના કરવી અને સૂર્ય અર્ધ્ય આપવાથી લાભ થાય છે.
સૂર્ય મંત્રઃ
ૐ ધૃણિ: સૂર્ય આદિત્ય/ ૐ ઐ હ્રી હં સૂર્યાય નમઃ ।
આ મંત્રનો નિયમિત જપ કરવાથી વ્યક્તિને અપાર લાભ થાય છે.
સૂર્યનારાયણ વહેલી સવારે બ્રહ્મસ્વરૂપ હોય છે. મધ્યાહ્ન વેળાએ શિવસ્વરૂપ અને સાયંકાળે વિષ્ણુસ્વરૂપ હોય છે. ભગવાન આદિત્યદેવ માતા અદિતિના જ્યેષ્ઠ પુત્ર છે તેમના
પિતા કશ્યપ છે. સૂર્યદેવ રોગ અને રોગાણુઓનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય તેમજ ઊર્જા પેદા કરે છે. આરોગ્યદાયક ભાસ્કારાદિચ્છેત સૂર્ય પાસે આરોગ્યની કામના કરવામાં આવે
દરેક મહિને જે તે સૂર્યની મૂર્તિ પૂજા કરવી જોઈએ. એક સાથે બબ્બે સૂર્ય મૂર્તિ રાખીને પૂજા કરવાનો નિષેધ છે. શહેરના ફલેટોમાં સૂર્યને અર્ધ્ય આપવા સૂર્ય પ્રકાશમાં કૂંડામાં અર્ધ્ય આપવો જોઈએ. પણ સૂર્યના અર્ધ્યનું પાણી ગમે ત્યાં નાખવું ન જોઈએ.