શંખ ભારતીય ધાર્મિક માન્યતાઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. સમુદ્રમાં સીપના માધ્યમથી મળનારો શંખ અનેક આકારના હોય છે. જેનો તેના આકાર ધ્વનિ વગેરે માધ્યમથી જુદુ જુદુ મહત્વ હોય છે. શંખ ધ્વનિનો ઉલ્લેખ અને મહત્વ મહાભારત કાળમાં પણ મળે છે. એવુ કહેવાય છે કે રોજ શંખ વગાડવાથી સ્વાસ્થ્ય લાભ થવા ઉપરાંત દેવીય શક્તિનુ આવરણ આપણી ચારેબાજુ થઈ જાય છે. આ ઈશ્વરનુ આહ્વાન કરવા માટે પણ વગાડવામાં આવે છે.