આજે શનિવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનનો દિવસ છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ અને હનુમાન જીની પૂજા કરવી જોઈએ. શનિદેવની અશુભ અસરોને લીધે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવના અશુભ પ્રભાવોથી બચવા માટે તમારે શનિવારે હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાન જીની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે. હનુમાનજીના ભક્તો પર શનિદેવનો અશુભ પ્રભાવ પડતો નથી. આવો જાણીએ શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શું કરવું
ભગવાન રામના નામનુ સંકીર્તન કરો - હનુમાનજીને ખુશ કરવાનો સૌથી સહેલો અને સરળ ઉપાય છે ભગવાન રામનું નામ જપવુ. જે વ્યક્તિ નિયમિતપણે ભગવાન રામનું નામ લે છે, તેના પર હનુમાનજી ખાસ કૃપા રહે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેમના પર હનુમાનજીની કૃપા રહે છે, એ વ્યક્તિના જીવનથી સંકટ હંમેશા હંમેશા મટે દૂર થઈ જાય છે.