Kundli for Marriage - લગ્ન પહેલા કુંડળી કેમ જોવામાં આવે છે જાણો 4 કારણ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (09:37 IST)
હિંદુ ધર્મમાં કુંડળીનો મુખ્ય રોલ હોય છે. મોટાભાગે લગ્ન કરતા પહેલા લોકો કુંડળી મિલાન કરે છે. જેનાથી તે વર અને વધુના ગ્રહ નક્ષત્રોનો મેળ કરે છે અને જાણે છેકે આ બંનેનુ વૈવાહિક જીવન કેવુ હશે.  જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનુ મિલાન નથી કરવામાં આવતુ અને લોકો પરસ્પર પસંદ દ્વારા જ વિવાહ કરી લે છે. 
 
ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે કુંડળી મિલાન કેમ કરવામાં આવે છે અને શુ તેનુ મિલાન કરવાથી ખરેખર કોઈ ફરક પડે છે. લગ્ન કરવા માટે કુંડળીનું મિલાન કરવાના ચાર કારણ નિમ્ન પ્રકારના છે. 
 
1. લગ્ન ક્યા સુધી ટકશે - કુંડળીને હિંદુ ધર્મમાં સૌથી પ્રથમ ચરણ માનવામાં આવે છે.  જેના દ્વારા ભાવિ વર અને વધુની જન્મકુંડળીને બનાવીને તેમને પરસ્પર મિલાવવામાં આવે છે કે તેમના કેટલા ગુણ છે. જેના દ્વારા તેમના વૈવાહિક જીવનનો અંદાજ લગાવવામાં આવે છે.   શાસ્ત્રો મુજબ પુરૂષ અને મહિલાની પ્રકૃતિ લગ્ન પછી પરિવર્તિત થઈ જાય છે. જે પરસ્પર એકબીજાના વ્યવ્યહારથી વધુ પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે કુંડળીને મેળવીને જાણી લેવામાં આવે છેકે એ બંનેનુ પરસ્પર કેવુ બનશે. 
2. સંબંધોનુ ચાલવુ - કુંડળીના ગુણ અને દોષ હોય છે. જેમને લગ્ન પહેલા મિલાવવામાં આવે છે. જેથી જો કોઈ ગંભીર દોષ જેવા મંગળ વગેરે નીકળે છે તો સંબંધોને આગળ ન વધારવામાં આવે. નહી તો બંનેને સમસ્યા થઈ શકે છે.  કુંડળીમાં કુલ 36 ગુણ હોય છે. જેમાથી ઓછામાં ઓછા 18 ગુણ મળતા જ લગ્ન કરવામાં આવે છે. તેના કરતા ઓછા ગુણ મળતા પંડિત લગ્ન કરવાની ના પાડી દે છે. 
 
ગુણ મેચિંગના નિમ્ન ક્ષેત્ર હોય છે - 
વર્ણ-જાતિનુ મિલાન કરવા માટે 
વૈશ્ય -  આકર્ષણ 
તારા-અવધિ 
યોનિ- સ્વભાવ અને ચરિત્ર 
ગ્રહ મૈત્રી - પ્રાકૃતિક દોસ્તી 
ગણ - માનસિક ક્ષમતા 
ભકોટ - બીજાને પ્રભાવિત કરવાના લક્ષણ 
નાડી - બાળકના જન્મની શક્યતા 
3. માનસિક અને શારીરિક દક્ષતા - ભાવિ વર અને વધુનો વ્યવ્હાર, પ્રકૃતિ રૂચિ અને ક્ષમતાના સ્તરને જાણીને પરસ્પર કુંડળીના માધ્યમથી મેળવવામાં આવે છે.  જો બંનેના આ ગુણોમાં દોષ જોવા મળ્યો તો લગ્ન નથી કરવામાં આવતા. એવુ કહેવાય છે કે બળજબરીથી લગ્ન કરવાથી બંને વધુ સમય માટે સાથે નથી રહી શકતા. 
 
4. નાણીકીય સ્થિતિ કેવી રહેશે અને પરિવારની સાથે કેવુ બનશે - કુંડળીને મેળવીને જાણવામાં આવે છે કે ભાવિ દંપત્તિની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તેમનો પરિવાર કેવો ચાલશે. તેમની સંતાન કેટલી હશે. તેમના જીવનમાં કોઈ સંકટ આવશે કે નહી. આ બધુ કુંડળીને મેળવીને જાણી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર