મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. કારણ કે આ દિવસે તેમનો જન્મ થયો હતો અને મંગળ ગ્રહ પર હનુમાનજી શાસન કરે છે. બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે રોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ પણ મંગળવારના દિવસે તેમની પૂજાની વિશેષ જોગવાઈ છે. મંગળ કામના અને ભાવનાથી હનુમાનજી સાથે જોડાવવાથી બધા પ્રકારના સંકટોથી મુક્તિ અપાવી દે છે. હનુમાનજી તમને જીવનના દરેક સંકટમાંથી બહાર કાઢી શકે છે અને તમારા જીવનમાં સંકટમોચન બનીને બધા સંકટોનો અંત કરી શકે છે. મંગળવારે આ કામ કરનારો ક્યારેય કંગાળ થતો નથી.
મંગળવારે હનુમાન મંદિરમાં નારિયળ મુકવુ સારુ માનવામાં આવે છે.
મંગળવારના દિવસે કોઈ હનુમાન મંદિરમાં ધ્વજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પાર્થના કરવી જોઈએ. પાંચ મંગળવાર સુધી આવુ કરવાથી ધનના માર્ગના બધા અવરોધ દૂર થઈ જશે.