ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનૂકૂળ ફળ આપવા લાગે છે. ગણેશ રૂદ્રાક્ષ અભ્યાસમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે છે, સ્મરણશક્તિ વધારે છે અને લેખન શક્તિમાં વૃદ્ધિ કરે છે. તેના પ્રભાવથી સામાન્ય ક્ષમતા વાળા વિદ્યાર્થી પણ સરસ પરીક્ષા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. કેવી રીતે અને ક્યારે ધારણ કરવું ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી ધોઈ અને તેનો પૂજન કરો. ત્યારબાદ ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરો. ગણેશ રૂદ્રાક્ષને લીલા રંગના દોરામાં ધારણ કરવું.