Karwa Chauth 2024: કેમ કરવામાં આવે છે કરવા ચોથનુ વ્રત ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

સોમવાર, 14 ઑક્ટોબર 2024 (11:46 IST)
Karwa Chauth 2024: કરવા કોથનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સોભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે, સારા સ્વાસ્થ્ય અને સુખી વિવાહિત જીવનની કામના કરે છે અને નિર્જલા ઉપવાસ રાખે છે.  સાંજે ચંદ્રમાંને અર્ધ્ય આપ્યા બાદ જ મહિલાઓ દિવસે પોતાનુ વ્રત ખોલે છે. દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવાય છે.  આ વખતે કારતક મહિનની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 20 ઓક્ટોબર 2024ના રોજ સવ્વારે 6 વાગીને 46 મિનિટથી શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 21 ઓક્ટોબર 2024ના રોજ સવારે 4 વાગીને 16 મિનિટ પર તેનુ સમાપન થઈ રહ્યુ છે.. પણ શુ  તમે જાણો છો કે આ તહેવારની શરૂઆત કેવી રીતે થઈ અને આ તહેવાર કેમ ઉજવાય છે. આવો અમે તમને બતાવીએ કે કરવા ચોથનુ વ્રત કેમ ઉજવાય છે.  
 
કરવા ચોથનો ઈતિહાસ 
પૌરાણિક કથાઓ મુજબ, પતિની લાબી વય માટે કરવામાં આવનારા આ વ્રતની પરંપરા સતયુગથી ચાલી રહી છે. જેની શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મથી થઈ. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે યમ સાવિત્રીના પતિને પોતાની સાથે લઈ જવા માટે આવ્યા તો સાવિત્રીએ તેમને રોકી લીધા અને પોતાને દ્રઢ પ્રતિજ્ઞાથી પોતાના પતિને પરત લાવી. ત્યારથી બધી મહિલાઓ પતિની લાંબી વય માટે વ્રત કરે છે.  
બીજી એક વાર્તા પાંડવોની પત્ની દ્રૌપદી સાથે જોડાયેલી છે. આ કથા અનુસાર વનવાસ દરમિયાન અર્જુન નીલગીરી પર્વત પર તપસ્યા કરવા ગયા હતા, ત્યારે દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે ભગવાન કૃષ્ણની મદદ લીધી હતી. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને તે જ ઉપવાસ કરવાનું કહ્યું જે માતા પાર્વતીએ ભગવાન શિવ માટે કર્યુ  હતું. આ પછી દ્રૌપદીએ પણ એવું જ કર્યું અને થોડા સમય પછી અર્જુન સુરક્ષિત પાછો ફર્યો.  ત્યારબાદથી કરવા ચોથ વ્રત કરવાની પરંપરા શરૂ થઈ.
 
કરવા ચોથ પર ચંદ્રનું વિશેષ મહત્વ
કરવા ચોથનું વ્રત સવારે સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે તોડી નાખવામાં આવે છે. આ તહેવારમાં ચંદ્રનું વિશેષ મહત્વ છે. આ દિવસે ચતુર્થી માતા અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સૌભાગ્ય, પુત્ર, ધન, પતિની રક્ષા અને મુશ્કેલીથી બચવા માટે ચંદ્રની પૂજા કરવામાં આવે છે.
આખો દિવસ વ્રત કર્યા પછી ચતુર્થીના દિવસે ચંદ્રમાને જ્યારે મહિલાઓ ચાયણીની આડમાં જુએ છે તો તેમના મન પર પતિ પ્રત્યે અનન્ય અનુરાગનો ભાવ આવે છે અને તેમના મુખ પર એક વિશેષ ક્રાંતિ આવે છે.  જેનાથી મહિલાઓનુ યૌવન અક્ષય અને દાંમ્પત્ય જીવન સુખદ થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર