જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત છે તો તે વ્યક્તિ ખૂબ જ પ્રતિષ્ઠિત અને તેજસ્વી હોય છે. આવો વ્યક્તિને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે. કુંડળીમાં સૂર્ય ગ્રહનુ મજબૂત હોવુ ખૂબ જરૂરી છે. પણ કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કેવી રીતે કરી શકાય છે. આ સવાલ દરેકના મનમાં ઉઠે છે. કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કરવા માટે રોજ સૂર્યને જળ અર્પિત કરો.
પણ સૂર્યને જળ ચઢાવતી વખતે કેટલીક જરૂરી વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. સૂર્યને નિયમિત જળ આપવાથી શરીર પર પ્રભાવ પડે છે અને એ વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે. જે લોકોને નોકરીમાં પરેશાની ચાલી રહી છે તેઓ નિયમિત રૂપે સૂર્યને જળ આપે. આવુ કરવાથી તેમને વિકાસના અવસરો બનશે અને કામમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
- સૂર્યને વહેલી સવારે જળ અર્પિત કરો તો તાંબાના લોટા દ્વારા જ જળ અર્પિત કરો
- જળમાં લાલ ચંદન કે નાળાછડી મિક્સ કરો અને લાલ પુષ્પ સાથે સૂર્યને જળ અર્પિત કરો