26 મેને ઉજવાશે સૂર્ય સપ્તમી, જાણો તેનો મહત્વ અને પૂજાવિધિ

શુક્રવાર, 24 મે 2019 (12:41 IST)
સૂર્ય સપ્તમી ઉપાસના વિધિ 
સૂર્ય સપ્તમી જેને ભાનુ સપ્તમીના નામથી પણ ઓળખાય છે. 26મે રવિવારને છે. સૂર્ય સપ્ત્મીની હિન્દૂ ધર્મ ગ્રંથમાં ખાસ મહત્વ ગણાયું છે. આ દિવસને ખૂબજ શુભ દિવસ ગણાય છે. આ સમયે ભાનુ સપ્ત્મનીનો સંયોગ ખૂબ સારું બની રહ્યું છે. રવિવાર અને સૂર્ય સપ્તમીના સંયોગથી સૂર્યદેવની ઉપાસના કરવાથી ખૂબજ પુણ્ય 
લાભ મળે છે. એવી માન્યતા છે કે આ દિવસએ જો કોઈ ભક્ત પૂરા મનથી સૂર્યદેવની ઉપાસના કરે તો તેને બધા પ્રકારના પાપ કર્મ અને દુખનો નાશ હોય છે. 
 
સૂર્ય સપ્તમી પર સૂર્ય ઉપાસનાના લાભ 
- સૂર્ય સપ્તમી પર વ્રત રાખવા અને સૂર્યદેવની ઉપાસના કરતા પર મનને શાંતિ અને સારી સ્મરન શક્તિ મળે છે. 
- સૂર્ય સપ્તમી પર સૂર્ય ઉપાસના કરતા પર માન-સમ્માન અને યશમાં વધારો હોય છે. 
- પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યની સાધના કરવાથી પણ બધા રીતના પાપ, રોગ, ડર વગેરેથી મુક્તિ મળે છે. 

સૂર્ય સપ્તમી પર આ રીતે સૂર્યદેવને અર્ધ્ય 
સવારે ભગવાન ભાસ્કરને અર્ધ્ય આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ હોય છે. પણ તેમની સાધનામાં એક ખાસ વસ્તુનો ધ્યાન રાખવું જરૂરી છે. ભાનુ સપ્તમીના દિવસે સવારે ઉઠીને નિત્યકર્મ કરી સ્નાન પછી પૂરા મનથી સૂર્ય ભગવાનની પૂજા કરવી. ત્યારબાદ એક તાંબાના વાસણમાં સાફ પાણી ભરીને અને તેમાં લાલ ચંદન, 
અક્ષત, લાલ રંગના ફૂલ નાખી સૂર્ય દેવને  "ॐ સૂર્યાય નમ:" બોલતા અર્ધ્ય આપો.સૂર્યને જળ આપ્યા પછી લાલ આસનમાં બેસીને પૂર્વ દિશામાં મુખ કરીને આ મંત્રનો 108 વાર જપ કરવું. 
 
એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે 
અનુમપ્ય મા ભકત્યા ગૃહણાધ્ય દિવાકર 
 
આવું કરવાથી સૂર્ય દેવતાની કૃપા મળસે અને તમેન સુખ-સમૃદ્ધિ અને સારી આરોગ્યના આશીર્વાદ મળશે. તમે કરેલ કાર્યનો ફળ તરત મળવા લાગશે અને તમારા અપયશ દૂર થઈ જશે. સાથે જ તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે અને તમે સફળતાના માર્ગ પર વધવા લાગશો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર