Hindu Dharm ઘી નો દિવો ક્યારે અને તેલનો દિવો ક્યારે લગાવવો જોઈએ, જાણો આવી જ નાની-નાની વાતો
બુધવાર, 14 જૂન 2017 (20:23 IST)
ઘરમાં જ્યારે પણ કોઈ પૂજા કાર્યક્રમ હોય છે તો હમેશા લોકો આ વાતને લઈને કંફ્યૂજ હોય છે કે ઘીનો દીપક ક્યાં પ્રગટાવીએ અને તેલનો દીવો ક્યાં લગાવીએ. પૂજામાં એવી કોઈ નાની-નાની જરૂરી વાત હોય છે જેનું ધ્યાન રાખવું જોઈએ અહીં એવી ખાસ 20 વાત જે પૂજામાં ધ્યાન રાખવાની હોય છે.
ઘી અને તેલ બન્નેના દીવા પ્રગટાવા જોઈએ. તેલનો દીવો ડાબી બાજુ અને ઘી નો દીવો જમણા હાથની તરફ પ્રગટાવવો જોઈએ.
પૂજા માટે અખંડિત એટલે કે આખા ચોખાનો ઉપયોગ કરો. પાણીમાં હળદર નાખી અને તેમાં ચોખાને ડૂબાડી પીળા કરો. પીળા ચોખા ચઢાવવા શુભ હોય છે.
પૂજનમાં પાન પણ રાખવું. પાન સાથે ઈલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. પૂરુ બનાવેલું પાન ચઢાવો તો શ્રેષ્ઠ રહેશે.
ગંગાજળ , તુલસીના પાન , બિલ્વપત્ર અને કમળ, માત્ર આ ચાર ક્યારેય વાસી નથી ગણાતા. આથી તેમનો ઉપયોગ પૂજનમાં ક્યારે પણ કરી શકાય છે.