Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

ગુરુવાર, 25 જુલાઈ 2024 (13:37 IST)
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસને બૃહસ્પતિવાર પણ કહેવાય છે. ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના ભક્ત વ્રત રાખે છે અને વ્રતથી સંકળાયેલા કેટલાક નિયમોનુ પાલન પણ કરે છે.
 
ગુરુવારના વ્રત વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત આ દિવસે સાચા મનથી વ્રત કરે છે તો તેને દરેક ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મળે છે, આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગુરુવારનું વ્રત બધા ઉપવાસોમાં સૌથી કઠિન છે, કારણ કે આ વ્રત કથામાં જણાવેલ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ગુરુ ભગવાન ક્રોધિત થાય છે અને સાધકને અનેક પ્રકારની સજાઓ ભોગવવી પડે છે.
 
વ્યક્તિએ મુશ્કેલીઓ અને દુ:ખનો સામનો કરવો પડે છે. ગુરુવારનું આ વ્રત ખાવાની આદતોથી લઈને જીવનશૈલી સુધીના ઘણા નિયમો સાથે જોડાયેલું છે. ગુરૂવાર વ્રતમાં ખાવા-પીવાથી સંકળાયેલી ઘણી વસ્તુઓથી પરેજ કરવુ પડે છે. આ દિવસે ખિચડી ખાવાની મનાહી હોય છે જાણો શું કારણ છે કે ગુરૂવારે ખિચડી કેમ ન ખાવી જોઈએ. 
 
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં જણાવ્યુ છે કે આ દિવસે વ્રત રાખનારા લોકોને ખિચડીનુ સેવન ન કરવુ જોઈએ. ખિચડીને સાત્વિક નથી ગણાય છે. કહેવાય છે કે ખીચડીમાં કાળી દાળનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવતું નથી. ખીચડીનું સેવન કરવાથી ગુરુ ગ્રહ અને જીવનમાં નબળાઈ આવે છે
 
ગરીબી અને દુઃખ વધવા લાગે છે. ખર્ચ વધવા લાગે છે અને આવક ઓછી થવા લાગે છે, આવી સ્થિતિમાં પરિવાર અને ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે આ દિવસે ખીચડીનું સેવન કરવાનું ટાળો.

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર