બૃહસ્પતિવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અગ્નિ પુરાણ મુજબ ગુરૂવારનુ વ્રત અનુરાશા નક્ષત્ર યુક્ત ગુરૂવારથી શરૂ થઈને સતત 7 ગુરૂવાર સુધી કરવુ જોઈએ. દર ગુરૂવારે 7 વાર ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરવુ જોઈએ. પૂજા પછી કથા સાંભળવી જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો, પીળા ફળનો પ્રયોગ કરવો જોઈએ. માન્યતામુજબ આ દિવસે એક વાર ફરી મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. ભોજનમાં ચણાની દાળનો પણ પ્રયોગ કરી શકાય છે.
આ દિવસે સવારે જલ્દી ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. બૃહસ્પતિદેવનુ ધ્યાન કરવુ જોઈએ. ત્યારબાદ ફળ, ફુલ, પીળા વસ્ત્રોથી ભગવાન બૃહસ્પતિદેવ અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. પ્રસાદના રૂપમાં કેળા ચઢાવવા શુભ માનવામાં આવે છે પણ આ કેળાને દાનમાં જ આપવા જોઈએ. સાંજના સમયે બૃહસ્પતિવારની કથા સાંભળવી જોઈએ અને મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ.