શુક્રવારના દિવસે જરૂર કરો આ 6 અચૂક ઉપાય, મા લક્ષ્મી દૂર કરશે આર્થિક તંગી અને શુક્ર ગ્રહ પણ થશે મજબૂત

શુક્રવાર, 15 માર્ચ 2024 (10:32 IST)
Shukrawar Na Upay: અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાન, મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ, ઠીક એ જ રીતે શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવી મા લક્ષ્મીની પૂજા નિયમાનુસાર કરવાથી તે પ્રસન્ન થાય છે  અને પોતાના આશીર્વાદ કાયમ બનાવી રાખે છે. જો તમે વિધિપૂર્વક લક્ષ્મીજીની પૂજા કરો છો તો સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય, મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તમે થોડા દિવસોથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો કોઈપણ કામ બની રહ્યુ નથી તો મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે શુક્રવારે આ ઉપાય જરૂર કરો. તમને ભવિષ્યનો લાભ થતો દેખાશે. 
 
શુક્રવારે કરો આ ઉપાય, દૂર થશે આર્થિક તંગી 
 
1. શુક્રવારના દિવસે જો તમે કેટલાક વિશેષ ઉપાય કરો છો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. જો તમે શુક્રવારના દિવસે તમારા બિઝનેસ સ્થળ પર લક્ષ્મી અને કુબેર યંત્ર સ્થાપિત કરશો તો તમે વેપારમાં લાભ મળશે. 
 
 
2. જો તમે ઘરમાં દરિદ્રતા દૂર કરવા માંગો છો તો શુક્રવારે ગોમતી ચક્ર અભિમંત્રિત કરો તેને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો. તેનાથી ઘરની દરિદ્રતા, દુખ વગેરેનો નાશ થઈ જશે. 
 
3. કુંડળીમાં જ શુક્ર ગ્રહ નબળો છે તો તેને મજબૂત બનાવવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે. 
 
4. જો તમારા ઘરમાં પૈસો ટકતો નથી તો તમે શુક્રવારે 11 નાના નારિયળને એક લાલ કપડામાં બાંધો. ઘરની તિજોરીમાં જ્યા પણ તમે રૂપિય-પૈસા મુકતા હોય ત્યા મુકી દો. ઘન એકત્ર કરવામાં લાભ થશે. 
 
5. જો તમે શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરો છો તો તેમને ભોગમાં ખીર અર્પિત કરો. ખીર મા લક્ષ્મીને પ્રિય છે અને તેનાથી તે પ્રસન્ન થઈને તમારી કૃપા સદા બનાવી રાખે છે. 
 
6. તમારી જન્મપત્રિકામાં શુક્ર ગ્રહ કમજોર છે કે શુક્રની મહાદશા હોય તો સ્ફટિકનુ શિવલિંગ ઘરમાં લાવીને સ્થાપિત કરો અને તેની પૂજા કરો. તમને જરૂર લાભ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર