અમારી સરકાર બનશે તો મીડિયાવાળાઓને જેલમાં મોકલીશ - કેજરીવાલ
શુક્રવાર, 14 માર્ચ 2014 (11:38 IST)
.
W.D
મીડિયાથી નારાજ આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે મીડિયાવાળાઓને જેલમાં મોકલવાની ધમકી આપી છે. નાગપુરના એક ફાઈવ સ્ટાર હોટલમાં પૈસા એકત્ર કરવા માટે ગુરૂવારે સાંજે આયોજીત ડીનર પાર્ટીમાં કેજરીવાલે મીડિયા પર ગુસ્સો ઉતાર્યો. તેમણે પોતાના સંબોધનમાં દરમિયાન સાર્વજનિક ધમકી આપતા કહ્યુ કે તેમની સરકાર બની તો તે મીડિયાવાળાની તપાસ કરાવશે અને તેમને જેલ મોકલશે. આ દરમિયાન તેમણે બીજેપીના પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. એબીપી ન્યૂઝ પર તેમણે ભાષણનો વીડિયો રજૂ કર્યો છે.
મુંબઈમાં પોતાના હંગામેદાર રોડ શો દરમિયાન કેજરીવાલે ગુરૂવારે સાંજે તબિયત ખરાબ હોવા છતા નાગપુર પહોંચ્યા. આમ આદમી પાર્ટીએ ફંડ એકત્ર કરવા માટે નાગપુરના ફાઈવ સ્ટાર હોટલ તુલી ઈંટરનેશનલમાં પાર્ટીએ આ ખાસ ડિનરનુ આયોજન કર્યુ હતુ. ડિનરમાં ભાગ લેવા માટે 10 હજાર રૂપિયાની ફી રાખી હતી. પોતાના સંબોધનમાં કેજરીવાલે મીડિયા પર આરોપ લગાવતા કહ્યુ કે તેઓ માત્ર મોદી મોદીની રટ લગાવી રહ્યા છે. જો તેમની સરકાર બનશે તો તેઓ બધાની તપાસ કરશે અને મીડિયાને જેલમાં મોકલવામાં આવશે.
આ સંબંધમાં એક ચેનલે વીડિયો પણ રજૂ કર્યો છે જેમા કેજરીવાલે મીડિયાને ધમકી આપી છે. આ વીડિયોમાં અરવિદ કેજરીવાલે મીડિયા પર નારાજગી બતાવતા સાંભળી શકાય છે.
કેજરીવાલ કહે છે કે 'છેલ્લા એક વર્ષમાં તમારા મગજમાં મોદી... મોદી.. મોદી ભરી દીધુ છે. કેટલીક ચેનલ કહી રહી છે કે કરપ્શન ખતમ થઈ ગયુ છે. રામ રાજ્ય આવી ગયુ છે. ગુજરાતમાં આવુ થયુ.. ગુજરાતમા તેવુ થયુ..કેમ ? પૈસા આપવામં આવ્યા છે ટીવી ચેનલોને. મોદી વિશે સારુ સારુ કહેવા માટે. એ કોઈ ચેનલે નથી બતાવ્યુ કિએ અરવિંદે સિક્યોરિટી લઈ લીધી છે. તેણે સિક્યોરિટી નથી લીધી. જેડ સિક્યોરિટી લઈ લીધી છે.. વાઈ સિક્યોરિટી લીધી છે અરે ભાડ મે ગઈ તેરી સિક્યોરિટી ... મોદી વિશે કોઈ સાચુ નહી બતાવે.
મીડિયાને ધમકી આપતા તેણે કહ્યુ 'આ વખતે આખી મીડિયા વેચાય ગઈ છે આ ખૂબ જ મોટુ ષડયંત્ર છે. જો અમારી સરકાર બને છે તો તેની તપાસ થશે. મીડિયાવાળની સાથે બધા દોષીઓ પણ જેલમાં જશે.'
જો કે જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, 'મારી મીડિયા સાથે કોઈ નારાજગી નથી. મે મીડિયાવાળાઓને કશુ નથી કહ્યુ.