બજાજ હિંદુસ્તાન પાંચ વીજ એકમ સ્થાપશે

ભાષા

ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:50 IST)
બજાજ હિંદુસ્તાન લિમિટેડે આજે કહ્યું છે કે, તે વીજળીના વેપારમાં ડગલું માંડશે અને તેની યોજના 1,600 કરોડ રૂપિયાના રોકાણથી પાંચ વીજ એકમ સ્થાપવાની છે જેની કુલ ક્ષમતા 400 મેગાવોટ હશે.

કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, હાલ કંપની ખોઈનો ઉપયોગ કરીને 430 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહી છે જેમાં મેગાવાટ કૈપ્ટિવ ઉદ્દેશ્ય માટે જ્યારે 90 મેગાવોટ વીજળી સ્ટેટ ગ્રિડને વેંચી દેવામાં આવે છે.

તેમણે કહ્યું કે, પાંચ નવા એકમ કોલસા આધારિત હશે જે વાણિજ્યિક ઉદ્દેશ્ય માટે સ્થાપિત કરવામાં આવશે અને તેના મારફત કંપનીને વાર્ષિક 1200 કરોડ રૂપિયા સુધીની આવક થવાની આશા છે.

વેબદુનિયા પર વાંચો