કુંભ-સ્‍વભાવની ખામી
કુંભ રાશિની વ્‍યક્તિમા આળસ અને આરામ ની પ્રવૃતિ મુખ્ય દુર્ગુણ છે. કદી કદી આ લોકો મદ્યપાનના વ્યવસની થઇ જાય છે. પોતાની ઇચ્છાની વિરુદ્ધ કામ જોઇને દુ:ખી થઇ જાય છે. કુંભ રાશિની વ્‍યક્તિ અગર સર્જનાત્મક બની ને ચાલે તો એ માનવતાવાદી બની શકે છે, અન્યથા વિનાશક બની શકે છે. તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉગ્ર અને હઠી પણ બની શકે છે. તેમને પોતાના અધિક ખર્ચનો ભય પણ સતાવે છે. તેઓ વાતોડિયા અને ચુગલખોર હોય છે. આ લોકો ધન એકત્ર કરી શકતા નથી. ઉપાય - તેમને પોતાના જીવનમા કષ્ટના સમયે ઇન્દ્રનિલરત્ન, પુષ્પરાજ, અને મૂગાને પહેરવા જોઇએ. શનિવાર અને ગુરુવારનો ઉપવાસ કરવો અથવા એકાદશી અથવા પ્રદોષવ્રત કરવાનો નિયમ રાખવો. ફાલસાનું મુળ પાસે રાખવું જોઇએ. શનિવાર અને બુધવારનું વ્રત હંમેશા લાભકારી છે. લોખંડની છલ્‍લો મધ્યમાં આંગળીમાં પહેરવો જોઇએ. ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ: " આ મંત્રનો જાપ ૨૩,૦૦૦ વાર કરવાથી મનોકામના પુરી થાય છે.

રાશી ફલાદેશ