ઓ પૂનમની પ્યારી પ્યારી રાત

સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (00:23 IST)
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત
           મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…

           ચમકે  છે નભમાં જેટલાં તારા,  હો સપનાં  તે એટલાં મનમાં
           આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
           જોજે થાયે ના આજે પ્રભાત,  મારી પ્રીતમ સાથે છે મુલાકાત
           આજ તું ના જાતી…

           જાગી છે પ્રીત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
           જાવ જાવ સખીઓ  થાશે રે મોડું,  સાજન છે કોઈનાં સંગમાં
           મને  કરવા દ્યોને  થોડી  વાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત
           આજ તું ના જાતી…

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર