રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો દૂર થશે ગરીબી

ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (18:10 IST)
શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે.  જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે.  શાત્રોમાં દરેક કામ માટે એક સમય નક્કી આવ્યો છે. 
 
શાસ્ત્ર મુજબ રાત માટે કેટલાક એવા કામ બતાવ્યા છે જેનુ બધાએ પાલન કરવુ જોઈએ. માન્યતા છે કે આ નિયમોને અપનાવવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે. 
 
સૂતા પહેલા જરૂર અપનાવો આ નિયમ 
 
1. રાત્રે ઘરના દક્ષિણ અને પશ્ચિમના ખૂણામાં દીવો કે બલ્બ પ્રગટાવવાથી પિતરોનો માર્ગ મોકળો થાય છે અને ઘરમાં સંપન્નતા આવે છે. 
 
2. પૂજા ઘર કે દેવ સ્થાનમાં રાત્રે દિવો પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 
3. સૂતા પહેલા તમારા પગ ધોવા જોઈએ જેનાથી ઊંધ સારી આવે છે. ઊંઘ સારી આવવાથી આરોગ્ય પણ સારુ રહે છે. 
 
4. સૂતા સમયે પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ. તેનાથી શરીરમાં અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. 
 
5. બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી પતિ-પત્નીના સંબંધ મધુર રહે છે. 
 
6. ઘરના વડીલો અને માતા-પિતા પછી સુવુ જોઈએ. તેનાથી ઘરમાં સારુ વાતાવરણ રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર