વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કાર્યનો પ્રભાવ એક બીજાના જીવન પર પણ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં પત્ની માટે કંઈક ખાસ નિયમ બતાવ્યા છે. જેનુ ધ્યાન ન રાખતા પતિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે. સાથે જ જો પત્ની કિચનમાં રસોઈ બનાવતા આ ભૂલો કરે છે તો પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે.
તેથી કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન
- કિચનમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘરની સુખ શાંતિ માટે યોગ્ય નથી. જેને કારણે ઘરમાં લડાઈ-ઝગડા થવાની શક્યતા બને છે.
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી નુકશાનના યોગ બને છે.
- ઘરમં સુખ શાંતિ કાયમ રાખવા માટે પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. આ દિશા સૌથી સારી માનવામાં આવે છે. ઘરમાં કિચન કોઈપણ દિશામાં હોય, રસોઈ બનાવનારનુ મોઢુ પૂર્વ દિશા તરફ રહેશે તો તે ખૂબ શુભ રહે છે.
- રસોડામાં એક બારી જો પૂર્વ દિશા તરફ હોય તો તે ખૂબ સારુ કહેવાય છે.
- રોજ સવાર સાંજ જમતા પહેલા પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. આ શુભ કામ અનેક પરેશાનીઓથી બચાવી શકે છે.