Vastu tips ભૂલો કરીને તમે ઘરે આવતી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યા ને ?

ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (11:00 IST)
પાણી જીવનની મૂળભૂત આવશ્યકતા છે એના અભાવમાં કોઈ પણ જીવ માટે જીવન શક્ય નથી, એ તો બધા જાણે છે.  વેદ શાસ્ત્રોમાં પણ એ સાથે  સંબંધિત ખૂબ મૂલ્યવાન માહિતી આપી છે. આધુનિક સમયમાં લોકપ્રિય વાસ્તુ સિદ્ધાંતમાં પણ પાણીના ઉપયોગથી કેવી રીતે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે અને દુ:ખ તેમજ  દરિદ્રતા ઘરની  બહાર પ્રસ્થાન કરશે. આ વિષયમાં મહત્વપૂર્ણ તથ્ય મળે છે.  
 
આવા કાર્ય કરવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે. 
 
* પાણી દેવી લક્ષ્મીનું  પ્રતીક છે. જેના ઘરમાં પાણી નકામું વહે  છે તે ઘરમાં ધન પણ પાણીની સાથે જ વહી જાય છે અને ધનની દેવી લક્ષ્મી તે ઘરથી વિદાય લઈ લે છે અને એમની બેન અલક્ષ્મી ત્યાં પોતાનો  સ્થાયી નિવાસ બનાવી લે છે.
 
* ઘરને સાફ અને સ્વચ્છ કરવા માટે તેટલું  જ જળ લો જેટલી આવશ્યકતા હોય તેને નકામું ન વહાવો. કારણકે જળમાં લક્ષ્મીનો  વાસ ગણાય છે આથી પાણીના દુરૂપયોગ લક્ષ્મીને ઠોકર મારે છે અને અલક્ષ્મીને પોતાના ઘરે નિમંત્રણ આપે છે. 
 
* ક્યાં પણ પાણી વહેતુ  જુઓ તો તેને બંધ  કરાવો કે પોતે બંધ  કરી લો . એનાથી ધન લાભ થશે. 
 
* શુક્ર્વારે ખાસ કરીને સમુદ્રી મીઠા કે સિંધાલૂણ પાણીમાં નાખીને તેનાથી ઘરમાં પોતુ  લગાવો. ધૂળ કાઢવા માટે  પણ આ પાણીના પ્રયોગ કરો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. 
 
* જે ઘરોમાં નળ દ્વારા વ્યર્થ પાણી ટપકતું રહે છે. તે ઘરમાં ધનનો  સંચય નહી થઈ શકે. પાણીના આ અવાજથી ઘરનું  આભામંડળ પણ પ્રભાવિત થાય છે. 
 
* જે લોકો નદી, તળાવ  કે કુવાના જળમાં  મળમૂત્ર, થૂંક કોગળા કરે છે કે  તેને ગંદુ કરે છે, કે પછી તેમા માં કચરો નાખે છે , એ બ્રહ્મહત્યાના ભાગી બને છે. 
 
* પાણીને અંજલી  કે હથેળીમાં ભરીને ન પીવું જોઈએ. આવુ કરવાથી પણ  પાણી આસ-પાસ ટપકે  છે . જેથી દેવી લક્ષ્મી નારાજ થઈ  જાય છે અને અલક્ષ્મી આકર્ષિત થઈ તે સ્થાને નિવાસ સ્થાપિત કરી લે છે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર