વાસ્તુ મુજબ ઘરમાં લગાવશો ઘડિયાળ તો.... ઘરમાં થશે ખુશીઓની વર્ષા

સોમવાર, 16 જુલાઈ 2018 (13:31 IST)
તમે કહેવત તો સાંભળી જ હશે કે મોંઘી ઘડિયાળ પહેરવાથી તમારો સમય નહી બદલાય. પણ વાસ્તુ વિજ્ઞાનમાં આ વાતનો ઉલ્લેખ છે કે ઘડિયાળ તમારો સમય જરૂર બદલી શકે છે. ઘડિયાળ તમારા દિવસને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે.  આવો જાણીએ ઘડિયાળ સાથે જોડાયેલ વાસ્તુ ઉપાય જેને ક્યારેય નજર અંદાજ ન કરશો અને તેનુ પાલન કરશો તો તમારો સારો સમય આપમેળે જ શરૂ થઈ જશે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દરેક સામાનનું એક નિશ્ચિત સ્થાન હોય છે. જો તમે એ સામાનને તેના સ્થાન પર નહી મુકો તો ઘરમાં અશાંતિ રહેશે.  વાસ્તુનુ માનીએ તો ઘરમાં દિવાલ પર લાગેલી ઘડિયાળ ખોટા સ્થાન કે ખોટી દિશામાં છે તો આ તમારે માટે ખરાબ સમય પણ લાવી શકે છે. 
 
-  વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દિવાલ ઘડિયાળ હોય તો તે ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર લગાવો દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે અને પૂર્વ દિશા લક્ષ્મીની દિશા કહેવાય છે
 
- ઘરમાં મધુર સંગીતવાળી ઘડિયાળ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે સાથે જ ઘરના લોકોનો પ્રોગ્રેસ પણ થાય છે. ઘરમાં બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ કારણે બંધ ઘડિયાળથી ઘરમાં નકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે અને વ્યક્તિની પ્રગતિ થંભી જાય છે.. 
 
- ઘરમાં કોઈ દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી તેની નીચેથી પસાર થનારા વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર