Examમાં આ રીતે આવશે સારા નંબર, અપનાવો આ 5 VASTU TIPS

બુધવાર, 1 નવેમ્બર 2017 (11:19 IST)
થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ બાળકો અભ્યાસમાં સફળ થઈ શકતા નથી. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેનાથી બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગશે અને તેઓ સારા નંબરે પાસ પણ થઈ જશે. અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ 
1. સવાર-સારે ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી પાણી ચઢાવતા ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ કરો. ધ્યાન રાખો કે તમે રાત્રે વધુ મોડા સુધી જાગશો નહી. 
2. ધ્યાન રાખો કે વાંચવાના રૂમમાં ક્યારેય પણ પુસ્તકો, પેન, પેન્સિલ ખુલ્લી ન છોડશો. 
3. વાંચતી વખતે ધ્યાન રકહો કે તમારુ મોઢુ ઉત્તર-પૂર્વની તરફ જ રહે. એ જ દિશામાં મોઢુ કરીને અભ્યાસ કરો. 
4. વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી પાઠ તમને હંમેશા યાદ રહે છે. 
5. અભ્યાસ કરવાના ટેબલ પર ક્યારેય પણ જમવુ ન જોઈએ. જમતી વખતે પુસ્તકો બધા બંધ રાખો. 
 
આ આલેખમાં આપવામાં આવેલી બધી માહિતી પર અમે એ દાવો નથી કરતા કે આ પૂર્ણત સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી યોગ્ય પરિણામ મળશે. તેમને અપનાવતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર