વાસ્તુના આ ઉપાયો અપનાવીને ઘન સંબંધી અવરોધોથી મુક્તિ મેળવો

રવિવાર, 29 જાન્યુઆરી 2017 (17:49 IST)
વ્યક્તિ અનેકવાર ખૂબ મહેનત કરે છે છતા પણ તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ આ પરેશાનીઓનુ કારણ  ઘરની અંદર જ હોય છે. જે તરફ આપણે ધ્યાન આપતા નથી અને મુશ્કેલીઓનો સામનો કરતા રહીએ છીએ.  કેટલીક વાતોનુ ધ્યાન રાખવાથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. સાથે જ ધનમાં પણ વધારો થાય છે. 
 
- બેડરૂમની બારીઓમાં ક્રિસ્ટલ લગાવવુ જોઈએ. ક્રિસ્ટલ સાથે અથડાઈને ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી વ્યક્તિ સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. 
 
- જ્યા તિજોરી મુકી હોય ત્યા દર્પણ એ રીતે લગાવો કે તેનુ પ્રતિબિંબ તિજોરી અને ધન મુકવાના સ્થાન પર હોય. આવુ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને ધનમાં વધારો થાય છે. 
 
 - અગાશી પર એક વાસણમાં પાણી અને બીજામાં અનાજ રાખો. વાસ્તુ મુજબ આવુ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. તેનાથી આર્થિક તંગીની સમસ્યાઓથી છુટકારો મળે છે. 
 
- વધુ મહેનત કરવા પર પણ ધન લાભ ન થઈ રહ્યો હોય તો બેડ રૂમ કે ઘરની ચાર દિવાલોની અંદર ડાબા ખૂણામાં ભારે કે કોઈ મજબૂત વસ્તુ મુકો. 
 
- ઘરમાં એવુ એક્વેરિયમ મુકો જેમા કાળા અને સોનેરી રંગની માછલી હોય અને નકારાત્મક ઉર્જામાં કમી અને સકારાત્મ્ક ઉર્જામાં વધારો થાય છે. 
 
- ઘરનુ મેનગેટ સ્વચ્છ રાખો. તેની આસપાસની દિવાલો પર રંગ કરાવતા રહેવુ જોઈએ. 
 
- ઘરની આસપાસ નાળુ કે બોરિંગ ન હોવુ જોઈએ.  જો હોય તો ઘરની ઉત્તર પૂર્વની દિવાલ પર ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો