Vastu Tips - ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાના 5 ખૂબ સરળ ઉપાય
શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (17:21 IST)
ઈશાન ખૂણો વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ દોષનુ મોટાભાગે નિવારણ થઈ જાય છે.
ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ મોટેભાગે નિવારણ થઈ જાય છે. કેટલાક નાના નાના ઉપાયોથી ઈશાન કોણના દોષ સમાપ્ત કરી શકાય છે. પૂર્વી દિશાના દોષ પણ આ જ રીતે દૂર કરી શકાય છે. પં શિવકુમાર શર્મા મુજબ નાના નાના ઉપાય ઈશાન અને પૂર્વી દિશા દોષથી રાહત અપાવે છે.
જો ઈશાન ક્ષેત્રની ઉત્તરી કે પૂર્વી દિવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. તેનાથી ભવનનુ ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૂપથી વધી જાય છે.
જો ઈશાન ખૂણો કપાયેલો છે તો ઈશાન કોણની દિવાલ પર બૃહસ્પતિદેવ પોતાના ગુરૂ કે બ્રહ્મનુ ચિત્ર જરૂર લગાવવુ જોઈએ. સાથે જ સાધુ પુરૂષોને બેસનથી બનેલી બરફી કે લાડુનો પ્રસાદ વહેંચવો જોઈએ.
ચીની માટીના પાત્રમાં જળમાં ફુલની પાંખડીઓ નાખીને મુકી શકાય છે. તેનાથી પણ ઈશાન ખૂણાનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે.