વાસ્તુ શાંતિ શુ છે ... કેમ અને કેવી રીતે કરવામાં આવે છે વાસ્તુ શાંતિ...

શનિવાર, 28 એપ્રિલ 2018 (17:21 IST)
વાસ્તુનો અર્થ મનુષ્યો અને દેવતાઓનો નિવાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે. વાસ્તુ શાસ્ત્ર બ્રહ્માંડના તત્વો દ્વારા આપવામાં આવેલ લાભ મળવામાં આ મદદ કરે છે. આ બુનિયાદી તત્વ આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના રૂપમાં છે. 
 
આ પૂજામાં પ્રવેશ દ્વાર પર તોરણ કરવુ જોઈએ અન એક શુભ વૃક્ષનુ રોપણ કરવુ જોઈએ. ત્યારબાદ ફરી ગૃહ પ્રવેશ કરવામાં આવે છે અને પછી અગ્નિ અને ઘરની શુદ્ધિ કરવામાં આવે છે. ત્યારબાદ પૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે પ્રાર્થના કરીને હવન કરવામાં આવે છે. હવન વિશેષ રૂપે ઘરની દિશા મુજબ કરવુ જોઈએ. આ રીતે દેવતાની પૂજા કરવામાં આવે છે. જેનાથી આર્શાર્વાદ પ્રાપ્ત થાય છે. 
 
વાસ્તુ શાંતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય 
 
- કોઈ પણ ભૂમિ, સંરચના અને આંતરિક વ્યવસ્થાના દોષ કે વાસ્તુ દોષોને દૂર કરવા માટે. 
- ઘરનુ નિર્માણ કરતી વખતે પ્રકૃતિ અન્ય પ્રાણીયોને કોઈપણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ નુકશાનની માફી માંગવા માટે, ભાવિ રહેનારાના સમગ્ર સુખમાં ખલેલ ન પાવા માટે. 
- વાસ્તુ પુરૂષને પ્રાકૃતિક વિપદાઓથી, ઘર અને રહેનારાઓની રક્ષા કરવાનો અનુરોધ કરવા માટે. 
-ઘરમા રહેનારાઓના સ્વાસ્થ્ય, ઘન અને સમૃદ્ધિ લાવવા તેમના આશીર્વાદની વિનંતી કરવા માટે. 
- ઘરનો સમુચિત ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. 
 
વાસ્તુ શાંતિ પૂજા બધા ધન અને સ્વાસ્થ્ય સમસ્યાઓને જળમૂળથી કાઢી નાખતા કોઈ વ્યક્તિના જીવનમાં અપાર લાભ પ્રદાન કરે છે.  કોઈ વ્યક્તિના જીવનમાં બધી ખરાબ આત્માઓનો પ્રભાવ હટાવે છે. ગ્રહોની ખોટી સ્થિતિને કારણે થનારો હાનિકારક પ્રભાવ દૂર કરે છે. 
 
કોઈ વ્યક્તિના જીવનમાં ફેલાયેલ અંધકારને હટાવે છે. જીવન સમૃદ્ધિ અને ખુશીયોથી ભરાય જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર