Vastu Tips for Worship - પૂજા કરતી વખતે ભક્તનું મોઢુ કઈ દિશામાં હોવુ શુભ છે ?
શુક્રવાર, 10 જૂન 2022 (00:54 IST)
દરરોજ સવાર-સાંજ નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. મનના નકારાત્મક વિચારોનો નાશ થાય છે. આ કારણથી ઘરમાં મંદિર બનાવવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, જાણો કેટલીક એવી વાતો, જેનું ઘરના મંદિરમાં ધ્યાન રાખવું જોઈએ..
- જો ઘરમાં પૂજા કરનારનું મુખ પશ્ચિમ તરફ હોય તો તે ખૂબ જ શુભ હોય છે. આ માટે પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં રહેશે તો પણ શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.
-ઘરમાં એવી જગ્યાએ મંદિર બનાવો, જ્યાં આખો દિવસ દરમિયાન ક્યારેય પણ થોડી વાર માટે સૂર્યની રોશની જરૂર પહોંચતી હોય.
- જે ઘરોમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવતી રહે છે, તે ઘરોના અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. સૂર્યપ્રકાશ વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે.
-
મંદિરમાં મૃતકો અને પૂર્વજોની તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ. પૂર્વજોના ચિત્રો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ છે. મૃતકોની તસવીરો ઘરની દક્ષિણ દિવાલ પર લગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ન રાખવી જોઈએ.
- પૂજા રૂમમાં માત્ર પૂજા સંબંધિત સામગ્રી જ રાખવી જોઈએ. બીજું કંઈ રાખવાનું ટાળો.
-ઘરના મંદિર પાસે શૌચાલય હોવું પણ અશુભ છે. એટલા માટે એવી જગ્યાએ પૂજા રૂમ બનાવો જ્યાં આસપાસ શૌચાલય ન હોય.
- દરરોજ સવાર-સાંજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. પૂજા પછી ઘંટડી વગાડો, સાથે જ આખા ઘરમાં એક વાર ઘંટડી વગાડો. આમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મકતા વધે છે.