New Year Vastu Tips: નવ વર્ષમાં અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી થાય પૈસાની કમી

બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:33 IST)
નવુ વર્ષ આવવામાં હજુ થોડાક જ દિવસ બાકી છે. બધાને 2021 આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. લોકોએ નવ વર્ષનુ સ્વાગત કરવા માટે પોતાના ઘરને સજાવવા પણ શરૂ કરી દીધા છે. જઓ તમે પણ નવ વર્ષના સ્વાગત માટે ઘરને ડેકોરેટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે તો વાસ્તુ શાસ્ત્રનો ખાસ ખ્યાલ રાખો. કહેવાય છે કે આવુ કરવાથી નવા વર્ષને શરૂઆત સારી થવાની સાથે જ આર્થિક રૂપથી પણ લાભકારી હોય છે.  જાણો નવ વર્ષના સ્વાગતમાં ઘરને કેવી રીતે સજાવવુ જોઈએ. 
 
1. આ રંગો કરો પસંદ  - સૌ પ્રથમ, નવા વર્ષને આવકારવા માટે તમારા ઘરને સાફ કરો. ઘરની સફાઈ દરમિયાન, ખૂણા અને કિનારોને સારી રીતે સાફ કરો. જો તમે લાંબા સમય સુધી રંગ ન કર્યો હોય, તો પછી દિવાલો પણ રંગો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બ્રાઈટ રંગની પેઇન્ટિંગથી સકારાત્મક ઉર્જા આવે છે.
 
2. મેનગેટની આ રીતે  કરો સજાવટ- નવા વર્ષને આવકારવા માટે મેનગેટને સારી રીતે શણગારેલી રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ મેનગેટની સામે ખાડો અથવા ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરના દરવાજા પર ક્યારેય ડસ્ટબિન ન રાખવુ જોઈએ.
 
3. બંધ પડેલી ઘડિયાળ - જો તમારા ઘરમાં બંધ અથવા ખરાબ ઘડિયાળ હોય તો તેને તાત્કાલિક રિપેયર કરાવી લેવી જોઈએ. એવું કહેવાય છે કે ઘરમાં બંધ પડેલી ઘડિયાળ અશુભ હોય છે. આ સાથે, તૂટેલા ઇલેક્ટ્રોનિક સામાનને પણ નવા વર્ષ પહેલાં ઘરની બહાર કરવા જોઈએ.
 
4. છોડ લગાવો - ઘરની સજાવટમાં છોડને પણ શામેલ કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આવુ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ધ્યાનમાં રાખો કે ગુલ્લર પ્લાન્ટ ઘરના આંગણામાં ન લગાવવો જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર