વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે
- વાસ્તુ મુજબ દરેક વ્યક્તિને માટી કે ભૂમિ તત્વ પાસે જ રહેવુ જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સૌભાગ્ય અને સમુદ્ધિકારક હોય છે. માટીના વાસણમાં પકવેલુ અન્ન ઈશ્વરીય તત્વ માનવામાં આવે છે.
- દરેક ઘરમાં માટીનો ઘડો જરૂર હોવો જોઈએ. ઘડાનુ પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો પ્રભાવ શુભ થાય છે આ ઘડાને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મુકો.
- માટીના ઘડાથી છોડને પાણી આપો.
- જે લોકો મંગળના ક્રોધથી પ્રભાવિત છે તેઓ કોઈપણ પેય પદાર્થ માટીના વાસણમાં જ પીવુ જોઈએ
-માટીના વાસણમાં પાણી ભરીને ઘરની અગાશી પર પક્ષીયો માટે જરૂર મુકો.
- માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘરમાં લાવવાથી ઘન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે..
- રોજ તુલસીના છોડ પાસે માટીનો દિવો પ્રગટાવો.
- માટીથી બનેલી વસ્તુઓ કે રમકડાથી તમારો ડ્રોઈંગ રૂમ સજાવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે.
- દરેક તહેવાર પર ઘરમાં માટીના દિવા પ્રગટાવો.
- ઘરમાં માટીના વાસણ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
-દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે માટીના નાના ઘડામાં પાણી ભરીને તેને પીપળાના ઝાડ નીચે મુકી આવો, આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
- જે દંપતિને સંતાનની ઝંખના હોય તેમણે શ્રીકૃષ્ણ સામે માટીના કોડિયામાં ચાર વાટનો દિવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે.