World Animal Day- પશુ પક્ષીઓમાં હોય છે અદ્દભૂત શક્તિ, દૂર કરે છે વાસ્તુ દોષ

શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (10:00 IST)
વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓનુ માનવ જીવનમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. એવુ કહેવાય છે કે પશુ પક્ષીઓમાં અનિષ્ટ તત્વોને કાબુમાં રાખવાની અદ્દભૂત શક્તિ હોય છે.  પાલતુ પશુઓ વિશે માનવામાં આવે છે કે તેમની અંદર નકારાત્મક શક્તિઓને નિષ્ક્રિય બનાવવાની તાકત હોય છે. કોઈપણ પશુ પક્ષીને પાળતા પહેલા જ્યોત ઇષ કે વાસ્તુ વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ.  તો આવો જાણીએ કયુ પાલતુ પ્રાણી તમારી માટે શુ શુકન લઈને આવે છે તેના વિશે માહિતી 
 
કોઈપણ અનિષ્ટથી બચવા માટે ગૌદાનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.  એવી પણ માન્યતા છે કે જે જમીન પર તમે મકાન બાંધવાના હોય ત્યા પંદર દિવસ ગાય અને વાછરડું બાંધી દો.  તેનાથી આ સ્થાન પવિત્ર થઈ જાય છે.  તેનાથી અનેક આસુરી શક્તિઓનો નાશ થાય છે. 
 
ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પ્રસન્નતા માટે ગાય પાળવી ઉત્તમ માનવામાં આવે છે. દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ.  ગાયની સેવા કરવાથી પિતરોને તૃપ્તિ મળે છે. 
 
- જો ઘરમા ક્લેશ થતો હોય તો પક્ષીઓને દાણા ખવડાવવાથી જીવનમાં ખુશીઓ પરત આવે છે. વેપાર કરનારાઓએ રોજ પક્ષીઓને દાણા જરૂર નાખવા જોઈએ.  તેનાથી આર્થિક મામલામાં લાભ થાય છે.
 
- ખિસકોલીને રોટલી ખવડાવવાથી દરેક મુશ્કેલીઓથી સહેલાઈથી મુક્તિ મળી જાય છે.  
 
- ઘરમાં પોપટને પાળવો પણ શુભ માનવામાં આવે છે. પોપટને પાળવાથી બુધ ગ્રહનો કુપ્રભાવ ખતમ થાય છે. 
 
- માછલીઓને પાળવાથી અને તેમને લોટની ગોળીઓ ખવડાવવાથી અનેક દોષ દૂર થઈ જાય છે.  આ માટે સાત પ્રકારના અનાજના લોટના પિંડ બનાવી લો. તમારી વયના વર્ષ જેટલી વાર આ પિંડને શરીર પરથી ઉતારી લો. પછી તમારી વય જેટલી ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. 
 
- ઘરમાં ફિશ પોટ મુકવુ પણ સુખ સમૃદ્ધિદાયક છે. એવુ કહેવાય છે કે માછલી પોતાના માલિક પર આવાનરી દરેક વિપદાને પોતાની ઉપર લઈ લે છે. 
 
- કૂતરુ પાળવુ પણ વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.  માનવનુ સૌથી વફાદાર મિત્ર કૂતરુ પણ નકારાત્મક શક્તિઓને ખતમ કરી શકે છે.   તેમા કાળુ કૂતરુ સૌથી વધુ શુભ હોય છે.  જ્યોતિષ મુજબ જો સંતાનની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો કાળા કૂતરાને પાળવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કૂતરુ પાળવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. એવુ કહેવાય છે કે પાલતુ કૂતરુ ઘરના રોગી સભ્યની બીમારી પોતાની ઉપર લઈ લે છે. 
 
- વાસ્તુ મુજબ માન્યતા છે કે ગુરૂવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. જો સફળતા મેળવવાની ઈચ્છા છે તો તમારા ઘરમાં ગરૂડની મૂર્તિ કે ફોટો મુકો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર