એક સ્ત્રી સિવાય પૂજા સામગીમાં આદિ શક્તિની પૂજા માટે સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં એવુ કહી શકાય કે હિન્દુ દેવીઓની પૂજા સિંદૂરના ઉપયોગ વગર અધૂરી છે. સામાજીક અને ધાર્મિક ઉદ્દેશ્યો ઉપરાંત સિંદૂરના કેટલાક શાસ્ત્રીય મહત્વ પણ રહેલા છે. કદાચ તમે પણ જોયુ હશે કે કેટલાક લોકો ઘરની બહાર દરવાજા પર સિંદૂરનો ઉપયોગ કરે છે. તમે જાણો છો કેમ ?
વાસ્તુ વિજ્ઞાન હેઠળ તમે આ ઉપાયને અનેક વાસ્તુ દોષોને દૂર કરવાનો રામબાણ ઈલાજ કહી શકો છો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે દરવાજા પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જો સરસિયાના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે તો આ શનિના પ્રતિનિધિ હોવાના હિસાબથી ઘર-પરિવારની ખરાબ દ્રષ્ટિથી રક્ષા કરે છે.