આજકાલ લોકો વાસ્તુને લઈન એટલા સાવધ થઈ ગયા છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને પડદાની ખરીદી કરે છે પહેલા એક પડદાથી જ કામ ચાલી જતું હતું, પણ હવે ઘરને નવું લુક આપવા માટે લોકો ડિઝાઈનર પડદા ખરીદવા વધારે પસંદ કરે છે. જેથી લોકોને એક રંગના બે જુદી જુદી ડિઝાઈનમાં પડદાં ખરીદવા પડે છે.
આવો જાણીએ કઈ દિશા /ખૂણામાં કયાં રંગના પડદા વાસ્તુ મુજબ લગાવવા જોઈએ.
* ઈશાન ખૂણામાં સફેદ રંગ અને ક્રીમ, હળવા પીળા રંગના પડદા લગાવવા લાભદાયી હોય છે.
* અગ્નિકોણમાં લાલ રંગ, મરૂન અને સિંદૂરી રંગના પડદા લગાવવા જોઈએ.
* નૈત્રૃત્ય ખૂણામાં લીલા, કાળા પડદા લગાવવા જોઈએ.
* વાયવ્ય ખૂણામાં ભૂરા, ગ્રીન અને વાદળી રંગના પડદા લગાવવા જોઈએ.
આ રીતે વાસ્તુ મુજબ પડદા લગાવવાથી વાસ્તુ દેવતા પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.