તો આવો જોઈએ ઘરમાં ધન અને ખુશીનો વરસાદ થાય એ માટે મીઠાના ઉપાય
દરિદ્રતા દૂર કરવા - અઠવાડિયામાં એક વાર ગુરૂવારે છોડીને પોતુ લગાવતી વખતે પાણીમાં થોડુ આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) મિક્સ કરી લેવુ જોઈએ. આ ઉપાયથી પણ ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.
બાથરૂમ અને ટૉયલેટ દોષથી મુક્તિ - મીઠુ દરેક પ્રકારની ગંદકી હટાવનારુ રસાયણ છે. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકી દો. આ ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ટોયલેટમાં કાંચના બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ એટલે કે નાના ગાંગડાવાળુ મીઠુ ભરીને મુકો. 15 દિવસ પછી તેને બદલી નાખો. અને 15 દિવસ સુધી મુકેલુ મીઠુ ટોયલેટ સિંકમાં નાખી દો.