Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ
શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 (09:10 IST)
Happy Rose Day
Rose Day ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં જ યુગલો લવ વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. પ્રથમ દિવસે, કપલ તેમના જીવનસાથીને ગુલાબ આપીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. કારણ કે ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રેમ વ્યક્ત કરવા માટે ગુલાબ કેમ આપવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ. આજે આ લેખમાં અમે તમને તેની પાછળના ઈતિહાસ અને મહત્વ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રોઝ ડે કેવી રીતે શરૂ થયો તે વિશે તમને ઘણી પ્રકારની માહિતી જોવા મળશે. એવું માનવામાં આવે છે કે રોઝ ડેનો ઇતિહાસ મુઘલ કાળનો છે. એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંકને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા અને તેમના પતિ તેમની બેગમને ખુશ કરવા માટે દરરોજ ટનબંધ ફૂલો મોકલતા હતા. આનાથી નૂરજહાં ખૂબ જ ખુશ થતી હતી.
આ સિવાય એવું પણ કહેવાય છે કે રાણી વિક્ટોરિયાના સમયમાં લોકોએ એકબીજાને પ્રભાવિત કરવા માટે ફૂલ આપવાનું શરૂ કર્યું હતું. આ રીતે આ પ્રથા ધીમે ધીમે યુગલોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું. એવું કહેવાય છે કે ત્યારથી પ્રેમી યુગલોમાં દરરોજ આપવાની પરંપરા શરૂ થઈ.
રોઝ ડે શા માટે ઉજવાય છે ?
રોઝ ડે ખાસ કરીને કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, આ દિવસે તમે તમારા પ્રેમને અલગ રીતે વ્યક્ત કરો છો. લવબર્ડ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ તમને માર્કેટમાં પણ મળશે ખાસ પ્રસંગોએ રંગબેરંગી ગુલાબના ફૂલો જોવા મળે છે.
રોઝ ડેનો ઇતિહાસ
ગુલાબના ફૂલનો સંબંધ સદીઓ જૂનો છે, પરંતુ 'રોઝ ડે' ની લોકપ્રિયતા પાછળ કેટલાક મુખ્ય તથ્યો છે:
•રોમન સંસ્કૃતિ: પ્રાચીન રોમમાં ગુલાબને પ્રેમ અને સુંદરતાની દેવી 'વિનસ' (Venus) નું પ્રતીક માનવામાં આવતું હતું. તે સમયથી જ ગુલાબનો ઉપયોગ લાગણીઓ વ્યક્ત કરવા માટે થતો આવ્યો છે.
•મહારાણી વિક્ટોરિયાનો યુગ: ૧૯મી સદીમાં વિક્ટોરિયન યુગ દરમિયાન, શબ્દો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી મુશ્કેલ હતી, તેથી લોકો ફૂલો દ્વારા એકબીજાને સંદેશા મોકલતા હતા. આ પ્રથાને 'ફ્લોરિયોગ્રાફી' (Floriography) કહેવામાં આવતી. જેમાં ગુલાબ સૌથી લોકપ્રિય હતું.
•મુગલ કાળ (ભારત): ભારતમાં મુગલ બાદશાહ જહાંગીર અને નૂરજહાંના કિસ્સાઓમાં પણ ગુલાબનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે જહાંગીર નૂરજહાંને ખુશ કરવા માટે દરરોજ ટનબંધ તાજા ગુલાબ તેના મહેલમાં મોકલતા હતા.
ગુલાબના વિવિધ રંગોનો અર્થ
રોઝ ડે પર માત્ર લાલ જ નહીં, પણ અલગ-અલગ રંગના ગુલાબ આપીને અલગ લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે: