વિધિ - એક જાડા તળિયાવાળી કડાહીમાં માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય તો ગેસ બંધ કરો. હવે બીજા વાસણમાં ચાસણી બનાવો. કડક ચાસણી બન્યા પછી તેમા માવો, કોપરાનું છીણ અને ઝીણા સમારેલા મેવા નાખીને સારી રીતે ભેળવો. હવે કે મિશ્રણના બે ભાગ કરો. એકમાં કલર ભેળવો અને બીજા ભાગને એવો જ રહેવા દો.
ઘી લાગેલી ટ્રે માં પહેલા સાદુ મિશ્રણ ફેલાવો અને ઉપરથી કલરવાળુ મિશ્રણ ફેલાવો. ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપી લો.