રાંચીની 27 વર્ષની દીપિકા કુમારીએ વર્ષ 2012 માં પહેલી વાર તીરંદાજીમાં ટોચનુ સ્થાન મેળવ્યુ હતુ. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિશ્રિત કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. સોમવારે વર્લ્ડ તીરંદાજીની તરફથી સત્તાવાર ટ્વિટ પર કહેવામાં આવ્યુ કે, 'દીપિકા કુમારીએ વર્લ્ડ તીરંદાજીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દીપિકા કુમારીએ અગાઉ અંકિતા ભકત અને કોમાલિકા બારી સાથે મહિલા રિકરવ ટીમ સ્પરધામાં મૈક્સિકોને સહેલાઈથી હરાવીને સુવર્ણ પદક જીત્યો.