વિધિ - બટાકાને કાપીને મીઠુ લગાવીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે બટાકાને ધોઈને લૂછી લો તેલ ગરમ કરીને બટાકાને સોનેરી તળી લો. હવે એક વાડકીમાં બધા મસાલા નાખીને મિશ્રણને ઘાટ્ટુ ખીરુ બનાવી લો.
એક બીજા વાસણમાં તેલ ગરમ કરીને તમાલપત્ર નાખીને ડુંગળી અને ટામેટાને તળી લો. ઈલાયચીના દાણા અને તજ પણ નાખી દો. લવિંગ નાખીને પાંચ-સાત મિનિટ સુધી હલાવો અને મટન નાખી દો. હવે પાણી નાખીને સારી રીતે બાફી લો. મટન બફાયા પછી તળેલા બટાકાઅને નાખી દો. એક બે ઉકળી આવે પછી ગેસ બંધ કરી દો. તૈયાર મટન-બટાકાના શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.