જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૂવાર માનવ જીવનમાં શૈક્ષણિક યોગ્યતા, ધાર્મિક ચિંતન, અધ્યાત્મિક ઉર્જા, નેતૃત્વ શક્તિ, સંતતિ, વંશવૃદ્ધિ, વિરાસત, પરંપરા, આચાર-વ્યવ્હાર, રાજનૈતિક યોગ્યતા, સભ્યતા, પદ પ્રતિષ્ઠા પૈરોહિત્ય, જ્યોતિષ, તંત્ર-મંત્ર અને તપસ્યામાં સિદ્ધિ પર પોતાનુ અધિપત્ય રાખે છે. સંસારના બધા સુખોથી વધીને છે સંતાન સુખ. જે ગુરૂવારે અનુકૂલ થતા જ પ્રાપ્ત થાય છે. જે દંપતિ આસુખથી વંચિત છે તે ગુરૂવારે કરે આ કામ જલ્દી મળશે શુભ સમાચાર. શુક્લ પક્ષમાં વડના પાનને ધોઈને સાફ કરીને તેના પર કંકુથી સ્વસ્તિક બનાવીને તેના પર થોડા ચોખા અને એક સોપારી મુકીને સૂર્યાસ્ત પહેલા કોઈ મંદિરમાં અર્પિત કરો.
- દંપતિએ ગુરૂવારે વ્રત રાખવુ જોઈએ.
- ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. પીળી વસ્તુઓનુ દાન કરો. યથાસંભવ પીળુ ભોજન કરો.
- દર ગુરૂવારે ભિખારીઓને ગોળનુ દાન આપવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
- પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં કેરીની જડને લાવીને તેને દૂધમાં ઘસીને સ્ત્રીને પીવડાવો આ સિદ્ધ અને પરીક્ષિત પ્રયોગ છે.