બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીના પલ્પને થોડો ગરમ કરી સૂકવી લો, પછી તેમાં મસળેલો માવો નાંખી તેને ગેસ પર ધીમી આંચે ગરમ કરી સૂકાવા દો.
હવે તેમાં ખાંડ, રંગ અને એસેન્સ નાંખી તેને એકસાર કરો. એક પ્લેટમાં ઘી કે માખણ લગાવી મિશ્રણને તેમાં એકસરખું ફેલાવી સેટ થવા છોડી દો. આ ફેલાવેલા મિશ્રણની ઉપર ચાંદીનો વરખ લગાવો. જ્યારે તે સારી રીતે ઠંડુ થઇ જાય અને ટ્રેમાં ચોંટેલું ન રહે ત્યારે સાવધાનીપૂર્વક મનપસંદ આકારમાં ટૂકડાંમાં કાપી લો. ઇચ્છો ત્યારે ખાઇ શકો છો આ મેન્ગો બરફી.