સુરત સિવિલ હૉસ્પિટલમાંથી કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી ભાગી ગયો

બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (11:40 IST)
થોડા દિવસ પહેલા ચીનથી આવેલા યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસ લક્ષણ દેખાતા સારવાર માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ એક દર્દી હૉસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થયું છે. ચીન માં હાહાકાર મચાવ નાર કોરોનાવાયરસ ભારતમાં ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચીનથી આવતા દર્દીને ચેક કરવા સાથે આ વાયરસ ફેલાય નહીં તે માટે ખાસ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે. ત્યારે  થોડા દિવસ પહેલા ચીનથી આવેલા અને વરાછા વિસ્તારમાં રહેતા 41 વર્ષનાં  યુવાન 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. આ યુવાનને શરદી ખાંસી જણાતા તથા કોરોનાવાયરસનાં લક્ષણ દેખાતા તેને  સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાન સારવાર દરમિયાન ગતરોજ સિવિલ હોસ્પિટલ ખાતેથી સાંજે સાડા પાંચ વાગ્યાનાં અરસામાં આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. જોકે, આ ઘટનાને લઇને તંત્ર દોડતું થયું હતું. દર્દીએ લખાવેલ સરનામાના આધારે વરાછા અને ખટોદરા પોલીસ દ્વારા તેની શોધ ખોળ કરવામાં આવી છે. ગઇકાલે, મોડી રાત્રે આ દર્દીની કોઈ ભાળ નહીં મળતા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર