રાજનીતિ નહી પત્રકારિતા કરશે રિતેશ દેશમુખ

N.D
રાજનીતિક પરિવારમાંથી હિન્દી ફિલ્મ જગતમાં આવવુ તો બહુ સહેલુ છે, પરંતુ અહી ટકી રહેવા માટે આટલુ જ પૂરતુ નથી હોતુ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર હોવાને નાતે રિતેશ દેશમુખને હિન્દી ફિલ્મોમા પ્રવેશ સહેલાઈથી તો સહેલાઈથી મળી ગયો, પરંતુ હજુ સુધી તેઓ કોઈ બિગ હિટ નથી આપી શક્યા. હવે તેમની નજર અમિતાભ સાથે તેમની આવનારી આગામી ફિલ્મ 'રણ' પર ટકી છે.

આમ તો તેમના ભાગે સોલો હીરો કરતા મલ્ટીસ્ટારર ફિલ્મો વધુ આવી. 2010માં પણ તેમની અમિ તાભ આવી રહેલ 'રણ' અને 'હાઉસફુલ'ને જ લઈ લો. તેમની અત્યાર સુધીની ચર્ચિત ફિલ્મોમાં તેઓ મોટાભાગે કોમેડી કરતા જોવા મળ્યા. 'રણ'માં તેઓ એક ગંભીર પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. વર્તમાન દિવસોમાં તેઓ જેનેલિયા સાથેના લગ્નની વાતોની ખૂબ જ પરેશાન રહ્યા, તેમને સતત આ વિષય પર સફાઈ આપવી પડી રહી છે.

'રણ' મીડિયા બિઝનેસ પર આધારિત ફિલ્મ છે. રાજનીતિક પરિવારથી આવેલા રિતશ મીડિયાની દુનિયા સાથે સારી રીતે પરિચિત છે. તેઓ કહે છે કે તેઓ રાજનીતિ અને મીડિયા બંને પ્રત્યે ખૂબ જ આકર્ષિત છે. તેઓ આ ફિલ્મમાં એક આદર્શવાદી અને પોતાના મૈંટોર માટે સાચા પત્રકાર બન્યા છે. તેઓ કહે છે કે 'રણ'માં ઘણા બધા છે, જેમનો પોતાનો એક નજરિયો છે. સમાચાર તો માત્ર એક ઘટના છે, જેને જોવાનો દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. અહી મારો નજરિયો ખૂબ આદર્શવાદી છે. સમાચાર બીજાને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ માધ્યમ પણ હોઈ શકે છે. એક દુર્ઘટનાના થવા અને તેના વિશેના સમાચાર લોકો સુધી પહોંચતા સુધી વચ્ચે ઘણી ઘટના બને છે. જે કંઈ થાય છે, તે તો થાય જ છે, પરંતુ મૈનિપુલેશન કે પ્રોજેક્શન આ સૂચનાનુ રૂપ પરિવર્તિત કરી શકે છે. પરિપ્રેક્ષ્ય ખરું-ખોટુ હોઈ શકે છે અને આ જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.

એ દિવસો દરમિયાન જ્યારે મીડિયા સમાચાર એકત્ર કરવામાં દબાવ હેઠળ કામ કરતા હતા, રિતેશનો નજરિયો મીડિયાને લઈને તટસ્થ રહેતો હતો, પરંતુ હવે આ ફિલ્મમાં કામ કર્યા પછી તેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તે કહે છે કે દરેક સમાચારને પોતાની રીતે જુએ છે. આ દ્રષ્ટિકોણ દરેકની સંવેદનશીલતા પર નિર્ભર કરે છે, છતાં આ અન્ય વ્યવસાયની જેમ જ એક વ્યવસાય છે. જો મીડિયા તમારે માટે છે, તો તમે ખુશ છો, તમે જે કહેવા માંગો છો જો તે યોગ્ય રીતે તમારા સુધી પહોંચી રહ્યુ છે તો તમે વિનર છો. રિતેશ કહે છે કે મને નથી લાગતુ કે હું એ લોકોમાંથી છુ. હુ તો માત્ર પ્રતિક્રિયા જ કરી શકું છુ. હા, મોટા-મોટા ઉદ્યોગપતિ અને રાજનેતા મીડિયાને સારી રીતે હૈંડલ કરી શકે છે.

રિતેશને વારંવાર રાજનીતિમાં તેમને રસ છે કે નહી એ અંગે પૂછવામાં આવ્યુ. તેઓ કહે છે કે દરેક બાળકની જેમ હું પણ મારા પિતાથી પ્રભાવિત છુ અને એક વય સુધી હુ પણ એ જ બધુ કરવા માંગતો હતો, જે મારા પિતાને કરતા જોતો હતો. પરંતુ જેવો હું મોટો થયો, હું આર્ટિટેક્ચરની તરફ જતો રહ્યો અને પછી ફિલ્મોમાં આવી ગયો.

N.D
રિતેશનુ કહેવુ છે કે અત્યાર સુધી તેમણે પોતાના ભાઈ માટે ચૂંટણી પ્રચાર કરીને અનુભવ્યુ કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે. તેમનો ભાઈ પણ એક્ટિંગ વિશે આવુ જ વિચારે છે. તમને એક શોટ આપવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. આ તેમના ભાઈ માટે આ કામ મુશ્કેલ છે, પરંતુ તમે જે કરી રહ્યા છો તેની રસપૂર્વક અને આનંદ સાથે કરશો તો તમને તે મુશ્કેલ નથી લાગતુ.

પોતાના મહેનતાણા વિશે તેઓ કહે છે કે મને પૈસા કમાવવાની ઉતાવળ નથી. હા, તેઓ પોતાની જાતને એક સારા અભિનેતા અને મુશ્કેલ રોલ કરવાને પ્રાથમિકતા આપે છે. તેમને ત્રણ કોર્પોરેટ હાઉસ પાસેથી ત્રણ ફિલ્મોની ઓફર મળી છે. આ અંગે રિતેશ કહે છે કે કે હું આ નથી કરી શકતો કારણે કે હું જાણુ છુ કે હું આને નહી સાચવી શકુ.

વેબદુનિયા પર વાંચો