શ્રદ્ધયા દીયતે યત્ર, તચ્છ્રાદ્ધ્રં પરિચક્ષતે..
શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. તમારો એક મહિનો વીતે છે તો પિતૃલોકનો એક દિવસ હોય છે. વર્ષમાં એકવાર જ શ્રાદ્ધ કરવાથી કુળ ખાનદાનના પિતરોની તૃપ્તિ થઈ જાય છે.
વિષ્ણુ પુરાણ મુજબ શ્રાદ્ધથી બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, વરુણ, અષ્ટવસુ, અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, ઋષિ, પિતૃગણ, પશુ-પક્ષી, મનુષ્ય અને જગત પણ સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધ કરનારાઓ પર આ બધાની પ્રસન્ન દ્રષ્ટિ રહે છે."
એ આટલા લોકોને સંતુષ્ટ કરવામાં સક્ષમ હોય છે તો ખુદ અસંતુષ્ટ કેવી રીતે રહેશે. મનુષ્ય આ ધરતી પર જન્મ લીધા પછી ત્રણ ઋણોથી ગ્રસ્ત હોય છે. પ્રથમ દેવ ઋણ, બીજુ ઋષિ ઋણ અને ત્રીજુ પિતૃ ઋણ. પિતૃપક્ષના શ્રાદ્ધ અર્થાત 16 શ્રાદ્ધ વર્ષના એવા સોનેરી દિવસ છે જેમા આપણે શ્રાદ્ધમાં સામેલ થઈને ઉપરોક્ત ત્રણેય ઋણોથી મુક્તિ મેળવી શકીએ છીએ.