નવુ વર્ષની શરૂઆત થવામાં ફક્ત થોડાક જ દિવસ બચ્યા છે. જેને લઈને તમારા મનમાં થોડી હલચલ પણ થઈ રહી હશે. જેવુ કે આવનારા વર્ષમાં શુ ખાસ થશે ? નોકરી મળશે કે નહી ? આર્થિક સ્થિતિ કેવી રહેશે ? આવા જ ઘણા બધા સવાલ પણ હશે જે તમને પરેશાન કરી રહ્યા હશે. આવો સૌ પહેલા શરૂ કરીએ ગ્રહોની ચાલ દ્વારા. કારણ કે સંપૂર્ણ જ્યોતિષ ગ્રહોની ચાલ પર જ આધારિત છે. વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિક અને બૃહસ્પતિ સિંહ સાથે છે. 31 જાન્યુઆરી પછી રાહુ સિંહમા અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. આવો હવે એક નજર નાખીએ નવા વર્ષની શક્યતાઓ પર.
પારિવારિક જીવન - કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2015નુ રાશિફળ નવુ વર્ષ તમારા પારિવારિક જીવનના હિસાબથી કશુ ખાસ નહી વિતે. જીવનસાથી સાથે વિવાદ થવાની શક્યતા છે. થોડા દિવસ માટે એકબીજાથી દૂર પણ રહેવુ પડી શકે છે. જોકે આ લાંબા સમય માટે પણ હોઈ શકે છે. જેની પાછળનું કારણ તમારી બને વચ્ચેના વિચારોને અસમાનતા હોઈ શકે છે. જેનુ સમાધાન મામલો વધુ બગડતા પહેલા જ કરી લો તો સારુ થશે. જીવનસાથીની સાથે મતભેદ થશે. પણ પરિવારજનો સાથે સંબંધો મધુ રહેશે. જો કે અહી પણ વૈચારિક મતભેદ થવાની શક્યતા છે. ભાઈ બહેનોના સંબંધોની વાત કરીએ તો આ અનુકૂળ નહી રહે. આ જ પરિસ્થિતિ મામાના સંબંધો સાથે પણ રહી શકે છે. 11 ઓગસ્ટ પછીનો સમય તમારી મુઠ્ઠીમાં આવવાનો છે. તેથી વધુ ચિંતા કરવાની વાત નથી.
સ્વાસ્થ્ય - આમ તો તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મજબૂત છો. પણ આ વર્ષના 11 ઓગસ્ટ સુધી સ્વાસ્થ્ય એક ચિંતાનો વિષય પણ હોઈ શકે છે. આ સાથે થોડી હદ સુધી માનસિક તણાવ અને શારીરિક પરેશાની પણ થઈ શકે છે. ચેહરો, પાચન તંત્ર, ગળુ અને આંતરડા સાથે સંબંધિત ફરિયાદ થઈ શકે છે. સ્વસ્થ્ય આહાર લેવાથી અને યોગ કરવાથી આ પરેશાનીઓમાંથી બચી શકાય છે. કોઈ જૂની બીમારી ફરીથી તમને પરેશાન કરી શકે છે. તેથી આ વર્ષે તમારા આરોગ્યનો સંપૂર્ણ રીતે ધ્યાન રાખો અને ખાવા પીવા પર પણ વિશેષ ધ્યાન આપો.