તેમના મોતની પુષ્ટિ રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ પોલીસ ફોર્સ દ્વારા કરવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ માછીમારો, ડાઇવર્સ અને કોસ્ટ ગાર્ડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા, જ્યાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મૃતકોની ઓળખ 51 વર્ષીય ઓલિવર, તેની બે પુત્રીઓ મદિતા (10 વર્ષ), અનિક (12 વર્ષ) અને પાઈલટ રોબર્ટ સૈશ તરીકે થઈ છે.
ગુરુવારે બપોરના થોડા સમય પછી પ્લેન ગ્રેનેડાઇન્સના એક નાનકડા ટાપુ બેક્વિઆથી સેન્ટ લુસિયા તરફ જતું હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે અભિનેતા તેના પરિવાર સાથે રજા પર હતો. થોડા દિવસો પહેલા, ઓલિવરે ઇન્સ્ટાગ્રામ પર ઉષ્ણકટિબંધીય બીચની તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, “સ્વર્ગમાં ક્યાંકથી શુભેચ્છાઓ...સમુદાય અને પ્રેમ માટે...2024 અમે અહીં છીએ.