"એ દિલ હૈ મુશ્કિલ" : ફિલ્મની સમીક્ષા

શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (16:21 IST)
છેલ્લી બે ફિલ્મો "માય નેમ ઈઝ ખાન" અને "સ્ટૂડેંટ ઑફ ધ ઈયર" માં એમને કઈક બીજુ કરવાની કોશિશ કરી પણ "એ દિલ હૈ મુશ્કિલ" દ્વારા એ ફરીથી પોતાના ચિર-પરિચિત રોમાંટિક સિનેમા તરફ પરત આવ્યા છે. 
 
"એ દિલ હૈ મુશ્કિલ" માં મોહબ્બતની ચાસણીમાં લપેટાયેલા સંબંધોનું સમીકરણ એમણે રજુ  કર્યું છે. એકતરફો  પ્રેમ ભારતમાં સૌથી વધારે થાય છે. આ એકતરફા પ્રેમને તેણે પ્રમુખતા સાથે ફિલ્મમાં રજુ કર્યો છે. સાથે જ સાથે છોકરા-છોકરીના પ્રેમ અને દોસ્તી વચ્ચેની નાજુક રેખા પણ તેમણે તેમની ફિલ્મમાં કેન્દ્રિત કરી છે. 
અયાન(રણબીર કપૂર) પ્રાઈવેટ જેટ ધરાવતો શ્રીમંત છે. ગીત અને પ્રેમ સિવાય તેના જીવનમાં કોઈ પણ નથી. અયાન એ યુવા પેઢીનો યુવક છે જેના માટે પ્રેમ અને બ્રેકઅપ એક ફેશન જેવા છે. ગર્લફ્રેંડસ અને બ્રેકઅપ્સને સ્ટેટ્સની જેમ રજુ કરવામાં આવે છે. 
 
અયાનને સાચો પ્રેમ અલીજાહ(અનુષ્કા શર્મા) સાથે થાય છે પણ તે અલી(ફવાદ ખાન)ના પ્રેમમાં છે. એ અયાનને પોતાનો સાચો મિત્ર માને છે. તે પ્રેમમાં જૂનૂન અને દોસ્તીમાં સૂકૂન અનુભવ કરે છે. અલીના પ્રેમમાં એને એ ઝનૂન મળતો નથી જે અયાનની મિત્રતામાં મળે છે. 
 
અયાનનો એક તરફો પ્રેમ છે તે અલીજાહ સામે પોતાના  પ્રેમનો એકરાર પણ કરે છે પણ અલીજાહ તેને માત્ર દોસ્ત માને છે અને અલી સાથે નિકાહ કરી લે છે. દિલ તૂટ્યા પછી અયાનની જીંદગીમાં ખૂબસૂરત શાયરા સબા(એશવર્યા રાય) આવે છે પણ અયાન માટે એ "જરૂરત છે ખ્વાહિશ નહી" સબા આ વાતને સમજી જાય છે. 
 
અને અયાનથી અલગ થઈ જાય છે. એને અયાન પ્રત્યે એકતરફો પ્રેમ હતો. સબા ડાયવોર્સી છે. પૂર્વ પતિ તાહિર(શાહરૂખ ખાન) અને તેના વચ્ચે પણ મિત્રતા અને એકતરફા પ્રેમવાળો કિસ્સો છે.  
 
કરણ જોહરે ફિલ્મને લખી અને  નિર્દેશિત કરી. કુછ કુછ હોતા હૈ અને કભી અલવિદા ન કહેના જેવી ફિલ્મોને મિક્સ કરી કરણે "એ દિલ હૈ મુશ્કિલ" માં રજુ કર્યું. 
 
ફિલ્મની શરૂઆત સારી છે. અયાન અને અલીજાહની ભૂમિકા સરસ લાગે છે જે પૂરી આઝાદીથી   સાથે પોતાના દિલની વાત સાંભળે છે.  બન્નેના લડાઈ-ઝગડા અને વાતો સારી લાગે છે. 
 
આ બન્નેના રોલને સારી રીતે રજુ કરવામાં આવ્યા છે. મહાનગરમાં રહેતા યુવા સીધા આ ફિલ્મ સાથે કનેક્ટ હોય છે. એમને અયાન અને અલીજાહ પોતાના જેવા જ લાગે છે. લંડનની લાઈફ સ્ટાઈલ કલાકારોના સ્ટાઈલિશ લુક એમની કૂલનેસ તેમને બાંધી રાખે છે. ઈંટરવલ પછી આ વાતોનો ખુમાર ઉતરીને દર્શકોનું ધ્યાન જ્યારે સ્ટોરી તરફ જાય છે તો નિરાશા હાથ લાગે છે. 
 
લેખકના રૂપમાં કરણ જોહર દુવિદ્યામાં ફંસાયેલા નજર આવે છે કે કેવી રીતે સ્ટોરીને આગળ વધારવી.  દર્શકોના ધ્યાન હટાવવા  માટે એશ્વર્યાનો રોલ ઉમેરવામાં આવ્યો છે.  જેથી એશ્વર્યાની ખૂબસૂરતી અને નવી ભૂમિકામાં દર્શક ગૂંચવાય જાય. અને છતા ફિલ્મ  જ્યારે નબળી પડે છે તો શાહરૂખ ખાન પણ એક દ્રશ્યમાં આવીને 
પોતાની અસર મૂકી જાય છે પણ સ્ટૉરી ઢસડાઈને આગળ વધે છે. 
 
સ્ટોરીના અંતમાં દર્શકોને ઈમોશનલ કરવા માટે અંતિમ દાવ રમાય છે પણ ત્યા સુધી દર્શકો પ્રેમ અને દોસ્તીના વિવાદથી બોર થઈ જાય છે. 
 
સ્ક્રિપ્ટની સૌથી મોટી કમી એ છે કે ફિલ્મના મુખ્ય કલાકારને પ્રેમ અને છુટા પડવાની ભાવનાની તીવ્રતા દર્શક અનુભવી નથી શક્યા  એમને બધું યોગ્ય લાગે છે પણ મુખ્ય કલાકારની બુદ્ધિમાની પર શંકા થવા માંડે છે. મુખ્ય ભૂમિકાના એકતરફા પ્રેમથી લેખકનું  દિલ નહોતુ ભરાયુ તો બધા પાત્ર એવા નાખ્યા જે એકતરફો પ્રેમ કરે 
છે. એવું લાગે છે કે કરણને પોતાની જ સ્ટોરી પર વિશ્વાસ નથી થતો. 
 
અયાન અને સબાના સંબંધોને એવી રીતે બતાવ્યા કે હેરાની થાય છે. બે મુલાકાત પછી એ સીધા બેડ પર જોવા મળે છે. સબા પોતાના પતિથી શા માટે અલગ થઈ તે જણાવ્યું જ નથી. અલીજાહ અને અલીના બ્રેકઅપને પણ ઠોસ કારણ નથી આપ્યા. આ બધા સવાલ અને સ્ક્રિપ્ટની કમીઓ ફિલ્મને જોતી વખતે દર્શકોના મગજમાં 
હમેશા ઉભા થાય છે.
 
એવું પણ નથી કે ફિલ્મ ખૂબ જ બોરીંગ કે પકાઉ છે. નિર્દેશકના રૂપમાં કરણ જોહર પોતાના લેખનની કમીને ઢાંકવામાં થોડા હદ સુધી સફળ પણ રહ્યા એમનું પ્રસ્તુતીકરણ તાજગીથી ભરેલુ  છે. આ રીતે સ્ટોરીને પડદાં પર રજુ કરવાની રીત એમને આવડે છે. થોડા દ્ર્શ્ય એવા પણ છે જે મનોરંજન કરે છે. જૂના હિટ 
 
ગીતને સરસ ય્પયોગ કર્યા છે. પણ આ રીતના દ્ર્શ્ય વધારે નથી. ખાસ કરીને સેકંડ હાફમાં કરણના હાથથી ફિલ્મ છૂટી જાય છે. અને બહુ લાંબી લાગે છે. 
 
સંગીતની બાબતમાં ફિલ્મ અમીર છે. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ ચોક્કસ મહેનત કરી છે.  અમિતાભ દ્વારા લખેલા શબ્દ 
 
ભૂમિકાને તાકાત આપે છે અને પ્રીતમની ધુન પહેલીવારમાં જ પસંદ આવી જાય છે. 
"એ દિલ હૈ મુશ્કિલ" બુલેયા ક્યૂટીપાઈ ખૂબ જ સરસ છે. 
 
બધા કલાકારો વચ્ચે અનુષ્કા શર્માનો અભિનય સારો છે. બિંદાસ, મજબૂત અલીજાહની ભૂમિકા તેમને સારી રીતે ભજવી છે. દ્ર્શ્યના અનૂરૂપ ચેહરા પર ભાવ લાવ્યા છે. પ્યારમાં જૂનૂન અને દોસ્તીમાં સૂકૂન વાળી વાતને તેમના ચેહરા પર વાંચી શકાય છે. ઘણા  દ્ર્શ્યોમાં તેમણે રણબીર કપૂરને બેકફુટ પર ધકેલી દીધા છે. 
 
જે સારા અભિનેતા ગણાય છે. રણબીરના વખાણ આ વાત માટે કરવા પડશે કે તેણે પોતાના કેરેક્ટરને બારીકાઈથી સમજ્યું અને આખી ફિલ્મમાં સારો અભિનય કર્યો. 
 
એશ્વર્યા રાય બચ્ચનની ભૂમિકા પાવરફુલ નથી. જો તેમના કેરેકટરને ફિલ્મમાંથી કાઢી પણ નાખે તો ફિલ્મ પર કોઈ વધારે અસર નહી પડે. તેમનો અભિનય સરેરાશ જ ગણી શકાય છે. જે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અલી ખાનને લઈને આટલો હંગામો  થયો હતો તે ફક્ત થોડાક જ સમય માટે સ્ક્રીન પર જોવા મળે છે. 
 
લાગે છે કે એમના રોલ પર કાતર ચલાવી દીધી છે. 
 
શાહરૂખ માત્ર એક દ્ર્શ્યમાં આવીને સિદ્ધ કરી નાખે છે કે શા માટે એમને રોમાંસના બાદશાહ કહેવાય છે. લિસા હેડનનું કામ વખાણવા લાયક છે. 
 
ફિલ્મને સિનેમાટોગ્રાફર અનિલ મેહતાએ પોતાના કેમરાની આંખથી જોવાયું છે જે આંખ ને સૂકૂન અને દિલને ઠંડક આપે છે. એની દરેક ફ્રેમ ખૂબસૂરત છે. ફિલ્મને સ્ટાઈલિશ લુક આપવા માટે ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. 
 
બેનર- ધર્મા પ્રોડ્કશન 
નિર્માતા- અપૂર્વા મેહતા 
નિર્દેશક- કરણ જોહર 
સંગીત- પ્રીતમ ચક્રવર્તી 
કલાકાર- રણબીર કપૂર, અનુષ્કા શર્મા, એશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન, લિસા હેડન 
સેંસર - યૂએ *2 કલાક 37 મિનિટ 59 સેકંડ 
 

વેબદુનિયા પર વાંચો