OTT મનોરંજન ઉદ્યોગનું રિટેલિંગ છે, જેણે મનોરંજનમાં ઘણા નવા ફોર્મેટ અને નવા ટેલેન્ટ આપ્યા: ચેહેરે ફિલ્મના નિર્માતા આનંદ પંડિત

શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (10:12 IST)
હિન્દી ફિલ્મ “ચેહરે” ના અમદાવાદ ખાતે યોજાયેલા ખાસ સ્ક્રીનીંગ દરમિયાન ફિલ્મના નિર્માતા શ્રી આનંદ પંડિતએ મીડિયા સાથે વાતચીત કરીને મહામારીના સમય પછી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિષે  ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ મીડિયાને જણાવ્યું કે, બોલિવૂડ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ હંમેશા ભારતમાં એક ઉમદા જર્ની જોઈ છે અને તે હંમેશા પ્રતિભા, ટેકનોલોજી, થિયેટરનો અનુભવ, ડિજિટલ પ્લેટફોર્મ, OTT તરીકે તમામ પાસાઓમાં આગલા સ્તર પર પહોચ્યું  છે અને આ દિશામાં ભવિષ્યમાં ઘણું બધું આવશે. 
 
તેમણે કહ્યું કે માનવ જીવન છે ત્યાં સુધી મનોરંજન છે.  મનોરંજન એ હંમેશા લોકોની માંગ રહેશે. જોકે મહામારીની અસરથી OTT વર્ટિકલનો જન્મ થયો છે પરંતુ તેનો અર્થ એ નથી કે OTT ની ડિમાન્ડથી થિયેટરોનું સ્તર ઘટી જશે, તેના બદલે OTT તો હશે જ , અને બંને વર્ટિકલ પ્રેક્ષકોની પસંદગીની દ્રષ્ટિએ પ્રશંસા મેળવશે. OTT મનોરંજન ઉદ્યોગનું રિટેલિંગ છે, જેણે મનોરંજનમાં ઘણા નવા ફોર્મેટ અને નવા ટેલેન્ટ આપ્યા છે, દરેક ટેલેન્ટ પાસે હવે તેમના કામ અને ક્ષમતા દર્શાવવાની વાજબી તક છે, અને મનોરંજન ઉદ્યોગમાં કેટલીક નવીનતાઓ માટે વિશાળ પ્રેક્ષકો તેની રાહ પણ જોઈ રહ્યા છે.
 
આનંદ પંડિત મોશન પિક્ચર્સ હેઠળ નિર્મિત પોતાની 51મી ફિલ્મ “ચેહરે” વિષે વાત કરતા તેઓએ જણાવ્યું, “શ્રી અમિતાભ બચ્ચને આ પ્રોજેક્ટ માટે એક રૂપિયો પણ ચાર્જ કર્યો નથી,  હકીકતમાં મારી ઇચ્છા હતી કે હું મિસ્ટર બચ્ચન સાથે ફિલ્મ કરું પરંતુ અમને ક્યારેય યોગ્ય સ્ક્રિપ્ટ મળી નહિ અને એક દિવસ અમિતાભજીએ મને બોલાવીને કહ્યું, મારી પાસે એક વાર્તા અને સ્ક્રિપ્ટ છે. જો તમે ફિલ્મનું નિર્માણ કરી શકો, આ તો મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી અને પ્રોજેક્ટ શરૂ થયો, જોકે મહામારીની અસરના કારણે થોડો સમય અમારા માટે મુશ્કેલ રહ્યો પરંતુ સમગ્ર ટીમની સખત મહેનતથી પ્રોજેક્ટ સફળતા સાથે પૂર્ણ થયો, અને ફિલ્મ આ શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે.”
હિન્દી ફિલ્મ ચેહરે એ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે જેનું નિર્દેશન રૂમી જાફરી દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ના બેનર હેઠળ થયું છે જેમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, અન્નુ કપૂર, ધૃતિમાન ચેટર્જી અને રઘુબીર યાદવ મહત્વના પાત્રોમાં છે. આ ફિલ્મમાં બચ્ચન વકીલની ભૂમિકા ભજવે છે, જ્યારે હાશ્મી બિઝનેસ ટાયકૂન છે. આ ફિલ્મ 27 ઓગસ્ટ 2021 ના ​​રોજ રિલીઝ થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર