પેપરલીક થયાનું જણાવી ફોટા મોકલ્યા
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે અને પેપરલીક થયાના ફોટા રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે કોઈ જાગૃત નાગરિકે વ્હોટ્સએપના માધ્યમથી આ પેપરલીક થયાનું જણાવી ફોટા મોકલ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે આ પેપર સાચું છે કે ખોટું એની તેમને જાણ નથી.
ગત વર્ષે ધોરણ 10નું પેપર લીક થયું હતું
ઉલ્લેખનીય છે કે 2022માં બોર્ડની પરીક્ષાનું ધોરણ-10નું હિન્દી દ્વિતીયનું પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતુ થયુ હતુ.તેમાં જવાબો સોલ્વ કરેલા હતા. આ સવાલ અને જે પેપર હતુ તે બન્ને એક સરખા જ હતા.