હવે આ મુદ્દાને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે.
ગોધા ગામે 46 વર્ષીય બકુલ પટેલે 15 ડિસેમ્બરે જંતુનાશક દવા પીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “21મી સદીમાં આવી ઘટના બને એ શરમજનક છે.”
તેના જવાબમાંભાજપના મહુવાના ધારાસભ્ય મોહન ધોડીયાએ કહ્યું હતું કે તેઓ મૃતકને સારી રીતે જાણતા હતા અને તેઓ ક્યારેય પોલીસે જણાવ્યું તેવા કારણે ચિંતામાં દેખાયા નહોતા.