પશ્ચિમ રેલવેની અમદાવાથી દિલ્હી અને મુંબઈ તરફની વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક દોડાવવાનો નિર્ણય

શનિવાર, 19 જૂન 2021 (22:04 IST)
પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં હાલ જીવનજરૂરી સેવા આપનારને જ પ્રવાસની છૂટ છે, પરંતુ બધા માટે ટ્રેન સેવા શરૂ થશે ત્યારે દરેક કલાકે બે-ત્રણ નવી લોકલ ટ્રેનો ટાઈમટેબલમાં સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત હવે  મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ આગામી સૂચના સુધી અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.

ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં હાલ જીવનજરૂરી સેવા આપનારને જ પ્રવાસની છૂટ છે, પરંતુ બધા માટે ટ્રેન સેવા શરૂ થશે ત્યારે દરેક કલાકે બે-ત્રણ નવી લોકલ ટ્રેનો ટાઈમટેબલમાં સમાવેશ કરવામાં આવશે. કોરોનાકાળમાં પશ્ચિમ રેલવે દ્વારા રખડી પડેલા ચાર મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ કામો પૂરાં કરવામાં આવ્યાં તેને કારણે આ શક્ય બનવાનું છે.કોરોનાને લીધે લોકડાઉન અને કરફ્યુના સમયગાળામાં લોકલ ટ્રેનો ઓછી સંખ્યામાં દોડતી હોવાથી તેનો લાભ લેતાં પશ્ચિમ રેલવે દ્વારા આશરે 50 વર્ષથી રખડી પડેલાં બાંદરા અને ખાર દરમિયાનનાં મહત્ત્વપૂર્ણ કામો સાથે અન્ય ચાર ઠેકાણે કામો પૂરાં કરવામાં આવ્યાં છે.પશ્ચિમ રેલવેમાં હાલમાં 3થી 4 મિનિટે એક ટ્રેન દોડે છે. હાલમાં અત્યાવશ્યક વર્ગના 9થી 10 લાખ પ્રવાસી રોજ પ્રવાસ કરી રહ્યા હોઈ કુલ 1367 ફેરીમાંથી 90 ટકા ફેરીએ પૂર્વવત કરવામાં આવી છે.
 
પશ્ચિમ રેલવેની આ ટ્રેનો દૈનિક દોડશે
 
ટ્રેન નંબર 02957 અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ 28 જૂન
ટ્રેન નંબર 02958 નવી દિલ્હી-અમદાવાદ રાજધાની સ્પેશિયલ 29 જૂન 
ટ્રેન નંબર 09202 અમદાવાદ-દાદર સ્પેશિયલ 27 જૂન 
ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ 28 જૂન 
ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ 29 જૂન
ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ 29 જૂન
ટ્રેન નંબર 09218 વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 28 જૂન
ટ્રેન નંબર 09217 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ 30 જૂન

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર