લિંબાયતની 21 વર્ષીય કોલેજ ગર્લની એક વર્ષ પહેલાં ઇંસ્ટાગ્રામ પર કુણાલ રવિકાંત બારી (207, સુયોગનગર ભટાર) સાથે પરિચય થયો હતો, ત્યારે રવિએ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ યુવતીએ ના પાડી દીધી અને પોતાના માતા પિતાને મળવાની વાત કહી. જેથી યુવતીએ નવા ઘરના વાસ્તુ વખતે યુવક ત્યાં પહોંચી ગયો. યુવકે કહ્યું કે ભાટિયા મોબાઇલની ફેંચાઇઝી, 8-9 કરોડ રૂપિયાનો બંગલો ડુમરના લક્ષ્મી ફાર્મમાં એજ ઝીંગા તળાવ હોવાની વાત કહીને પોતે ધનાઢ્ય પરિવાર સાથે નાતો ધરાવે છે એવું દર્શાવ્યું હતું. જેથી યુવતીએ માતા પિતાની ઇચ્છા હતી ક્તેની પુત્રીના લગ્ન કૃણાલ સથે થાય, એટલા માટે બંનેને એકબીજાને મળતા હતા.
કૃણાલ યુવતીને લઇને ફરવા જતો હતો તથા શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. પરંતુ યુવતિએ ના પાડતી તો તેના માતા પિતાને કહી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. જોકે જ્યારે યુવતીએ પોતાના માતા પિતાને સૂચિત કર્યા તો તેણે કૃણાલને મનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે કૃણાલને તેને ધમકાવ્યો અને તેને લગ્ન કરવાને ના પાડી, તો યુવતીએ આખરે ફરિયાદ નોંધાવી. જેને લઇને પોલીસ આગળની તપાસ કરી રહી છે.